મધ્ય પ્રદેશ
મધ્યપ્રદેશ દેશના 28 રાજ્યોમાંનું એક છે. રાજ્યનું પાટનગર ભોપાલ છે. મધ્ય પ્રદેશ રાજ્યની કમાન ભારતીય જનતા પાર્ટીના ડૉકટર મોહન યાદવના હાથમાં છે.
230 બેઠકોવાળી વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણ છેલ્લા બે દાયકામાં મોટાભાગ સમયે મુખ્યપ્રધાન રહ્યાં હતા. રાજ્યમાં લોકસભાની 29 બેઠકો છે. જ્યારે રાજ્યસભામાં 11 બેઠકો છે.
2011ની વસ્તી ગણતરી મુજબ મધ્ય પ્રદેશ રાજ્યની વસ્તી 7 કરોડ 26 લાખ આસપાસ હતી. ભોપાલ, ઈન્દોર, ઉજ્જૈન, જબલપુર, ગ્વાલિયર એ મધ્યપ્રદેશ રાજ્યના મુખ્ય શહેરો છે.