30 વર્ષ પહેલા મેચ દરમિયાન એવી ઘટના બની કે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો
તમે એવા સમાચાર તો સાંભળ્યું જ હશે કે મેચ દરમિયાન કોઈ હાદસો થઈ ગયો કે કોઈ વયક્તિને સારવારની જરૂર પડી હોયે, ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત-ન્યુઝીલેન્ડ મેચ દરમિયાન એક એવી ઘટના બની હતી જેનાથી લોકો ગભરાઈ ગયા હતા.

ઘણા લોકો ક્રિકેટ જોવાના શોખીન હોય છે તો કેટલાક રમવાના હોય છે અને કેટલાકને ફક્ત જોવામાં જ વધારે મજા આવે છે અને એ પણ સ્ટેડિયમમાં જઈને મજા માણે છે, શું તમને આ ખબર છે કે આજથી કેટલાક વર્ષો પહેલા નાગપુરમાં એક ગંભીર ઘટના બની હતી, એમાં 9 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. 25 નવેમ્બર, 1995 ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં કાળા દિવસ તરીકે ઓળખાતી તારીખ. 30 વર્ષ પહેલાં આ દિવસે, નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશનના મેદાનમાં એક ઘટના બની હતી જેણે બધાને હચમચાવી દીધા હતા.
ક્રિકેટ ચાહકો માટે, આ દિવસ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચની વનડે શ્રેણીનો નિર્ણાયક મેચ હતો. શ્રેણી 2-2થી બરાબર હતી, અને બંને ટીમો જીત મેળવવાની કોશિશ કરી રહી હતી, પરંતુ લંચ બ્રેક દરમિયાન જે બન્યું તેણે આખી મેચને દુર્ઘટનામાં ફેરવી દીધી.
એક દિવાલ ધરાશાયી થઈ, જેમાં ઘણા લોકો માર્યા ગયા હતા
નાગપુર વનડે પહેલા, સ્ટેડિયમમાં એક નવું સ્ટેન્ડ એક્સટેન્શન બનાવવામાં આવ્યું હતું. આ દિવાલ દર્શકોની વધતી જતી ભીડને સમાવવા માટે બનાવવામાં આવી હતી. લંચ બ્રેક દરમિયાન, જ્યારે હજારો દર્શકો ખાવા અને આરામ કરવા માટે આમતેમ ભેગા થઈ રહ્યા હતા, ત્યારે આ નવી દિવાલ અચાનક તૂટી પડી. 09 લોકો માર્યા ગયા અને 70 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. કેટલાક યુવાન દર્શકો 70 ફૂટની ઊંચાઈથી પડીને મૃત્યુ પામ્યા. કાટમાળ નીચે દટાયેલા લોકોની ચીસો આખા સ્ટેડિયમમાં ગુંજી ઉઠી, પરંતુ આશ્ચર્યજનક રીતે, મેદાન પરના ખેલાડીઓ આ ભયાનક ઘટનાથી અજાણ હતા.
ખેલાડીઓથી છુપાયેલું સત્ય
આ અકસ્માત છતાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ ચાલુ રહી. આયોજકોને ડર હતો કે જો આ ઘટનાની જાણ કરવામાં આવશે તો મેચ રદ કરવામાં આવશે અને સ્ટેડિયમમાં 30,000 થી વધુ લોકો હંગામો કરશે. તેથી, આયોજકોએ ખેલાડીઓને જાણ ન કરવાનો નિર્ણય લીધો. મેચ ચાલુ રહી અને અંતે, ન્યુઝીલેન્ડ 66 રનથી જીત્યું, અને ભારત ODI શ્રેણી 2-3 થી હારી ગયું. આ મેચમાં સચિન તેંડુલકર, અજય જાડેજા, વિનોદ કાંબલી અને અનિલ કુંબલે જેવા દિગ્ગજો રમી રહ્યા હતા.
અકસ્માતની તપાસમાં બહાર આવ્યું કે દિવાલનો પાયો નબળો હતો અને બાંધકામમાં હલકી ગુણવત્તાવાળા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સલામતીના ધોરણોનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. આ દુર્ઘટનાએ ભારતીય ક્રિકેટમાં સલામતીના ધોરણો અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા. આ પછી, સ્ટેડિયમ બાંધકામ કાર્યનું નિરીક્ષણ વધારવાથી દર્શકોની સલામતીને પ્રાથમિકતા આપવામાં આવી.
દેશ દુનિયાના તમામ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો
