AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stock Market : એક ખેડૂતના દીકરાએ શેરબજારમાં ઇતિહાસ રચ્યો ! બ્લોકબસ્ટર લિસ્ટિંગ પછી થોડા જ દિવસોમાં અબજોપતિ બની ગયો

ભારતના સ્ટાર્ટઅપ જગતમાં એક નવી સફળતાની વાર્તા બહાર આવી છે, જ્યાં સામાન્ય પરિવારના એક વ્યક્તિએ શેરબજારમાં ઇતિહાસ રચી કાઢ્યો છે.

Stock Market : એક ખેડૂતના દીકરાએ શેરબજારમાં ઇતિહાસ રચ્યો ! બ્લોકબસ્ટર લિસ્ટિંગ પછી થોડા જ દિવસોમાં અબજોપતિ બની ગયો
| Updated on: Nov 17, 2025 | 7:54 PM
Share

છેલ્લા કેટલાક વર્ષોમાં ‘ભારતીય સ્ટાર્ટઅપ’ ઇકોસિસ્ટમમાં નવી ઊંચાઈઓ સુધી પહોંચી રહ્યા છે. આ બદલાતા યુગનું તાજેતરનું ઉદાહરણ લલિત કેશરે છે, જેની કંપનીનું શેરબજારમાં લોન્ચિંગ એટલું સફળ રહ્યું કે, તેની વ્યક્તિગત સંપત્તિ થોડા જ દિવસોમાં અબજો સુધી પહોંચી ગઈ.

લલિત કેશરેનું સંઘર્ષ

મધ્યપ્રદેશના લેપા ગામમાં એક ખેડૂત પરિવારમાં જન્મેલા લલિત કેશરેએ તેનું બાળપણ દાદા-દાદી સાથે વિતાવ્યું. તેણે ખારગોન જિલ્લાની એકમાત્ર અંગ્રેજી-માધ્યમ શાળામાં અભ્યાસ કર્યો, જ્યાં અંગ્રેજી શીખવું પણ ઘણીવાર પડકારજનક હતું.

જો કે, પાછળથી જ્યારે લલિતને JEE વિશે ખબર પડી, ત્યારે તેણે સખત મહેનત કરી અને IIT બોમ્બેમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યો. અહીં તેણે B.Tech અને M.Tech બંને ડિગ્રીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી.

ડિગ્રી મેળવ્યા બાદ શું કર્યું?

અભ્યાસ પૂર્ણ કર્યા બાદ કેશરે ફ્લિપકાર્ટમાં જોડાયો, જ્યાં તે શરૂઆતના પ્રોડક્ટ મેનેજરોમાંનો એક હતો અને કંપનીના માર્કેટપ્લેસ પ્રોડક્ટ્સનું મેનેજમેન્ટ કરતો હતો. જો કે, 2016 માં લલિતે તેની કોર્પોરેટ કારકિર્દી છોડી દીધી અને ત્રણ સાથીદારો હર્ષ જૈન, ઇશાન બંસલ અને નીરજ સિંહ સાથે મળીને Groww નામની નવી સફર શરૂ કરી.

Groww ની ગ્રોથ ગજબ થઈ

12 નવેમ્બરના રોજ Groww ₹100 પ્રતિ શેરના ભાવે લિસ્ટેડ થયું. માત્ર ચાર ટ્રેડિંગ સત્રોમાં જ શેર 70 ટકાથી વધુ વધીને ₹169 ની ઊંચાઈએ પહોંચી ગયો. કંપનીનું માર્કેટ કેપ ₹1 લાખ કરોડને પાર થઈ ગયું, જે તાજેતરના સમયમાં સૌથી મજબૂત લિસ્ટિંગમાંનું એક છે.

લલિત કેશરે પાસે કેટલા શેર છે?

કંપનીના કો-ફાઉન્ડર્સને શેરના ભાવ વધારાથી સૌથી વધુ ફાયદો થયો. લલિત કેશર પોતે 559.1 મિલિયન શેર ધરાવે છે, જેની કિંમત હવે આશરે ₹9,448 કરોડ અથવા તો લગભગ $1 બિલિયન જેટલી થઈ ગઈ છે.

ત્રણ સાથીદારોનો હિસ્સો કેટલો?

હર્ષ જૈનનો હિસ્સો હવે ₹6,956 કરોડ, ઇશાન બંસલનો ₹4,695 કરોડ અને નીરજ સિંહનો ₹6,476 કરોડની આસપાસ છે. Groww ની સફળતાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે, ભારતનું નવું અર્થતંત્ર ઉજ્જવળ તકોથી ભરેલું છે; બસ ફક્ત રસ્તો શોધવાની અને જોખમ લેવાની હિંમતની જરૂર છે.

આ પણ વાંચો: Breaking News : ઇન્કમ ટેક્સમાં સૌથી મોટો સુધારો ! હવે કાયદો બદલાશે, ટેક્સપેયર્સને મળશે મોટી રાહત

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
પાલનપુરમાં જાહેર માર્ગ પર લારી-ગલ્લા ધારક, પાથરણાવાળાઓનો અડીંગો !
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
રાજકોટમાં પેંડા ગેંગને હથિયાર આપનારની ધરપકડ
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
અંબાલાલ પટેલે આ તારીખ બાદ કમોસમી વરસાદની આગાહી કરી
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
આ રાશિના જાતકોને નાણાકીય મુશ્કેલીઓમાંથી મુક્તિ મળશે, જુઓ Video
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
તલાટી મંત્રીઓની, રખડતા શ્વાન પકડવાની કામગીરીનો અમલ નહીં કરવાની ચીમકી
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
ઈન્ડિગોની ફ્લાઈટ મોડી પડતા-રદ થતા મુસાફરોએ મચાવ્યો હોબાળો
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
તથ્ય પટેલની 'સાપરાધ મનુષ્યવધ' કલમ દૂર કરવાની અરજી કોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">