AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2026: આ વિદેશી ખેલાડીઓ તેમની ધાક જમાવશે! ફ્રેન્ચાઇઝીઓ કરોડોની બોલી લગાવશે

IPL ફ્રેન્ચાઇઝીઓએ રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. આ યાદીમાં કેટલાક નામો એવા છે કે, જેમણે ક્રિકેટ ફેન્સને આશ્ચર્યચકિત કરી દીધા છે.

| Updated on: Nov 15, 2025 | 9:20 PM
Share
ક્રિકેટ ચાહકો જે ક્ષણની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. તમામ 10 IPL ફ્રેન્ચાઇઝીઓએ રિટેન અને રિલીઝ થયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે અને ઘણા આશ્ચર્યજનક નિર્ણયો લીધા છે.

1 / 7
ટૂંકમાં, ફ્રેન્ચાઇઝીઓ હવે હરાજીમાં આ ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ કરશે. જો કે, ફ્રેન્ચાઇઝીઓ દ્વારા રિલીઝ કરાયેલા પાંચ મુખ્ય વિદેશી ખેલાડીઓના નામ એવા છે કે, જેણે ક્રિકેટ લવર્સને હેરાન કરી દીધા છે.

2 / 7
આન્દ્રે રસેલ વર્ષ 2014 થી કોલકાતા નાઈટ રાઇડર્સ સાથે જોડાયેલો હતો. જો કે, હવે ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. કોલકાતાએ વર્ષ 2014 માં તેનો બીજું IPL ખિતાબ મેળવ્યો  હતો અને રસેલ તે સમયે ટીમ સાથે હતો પરંતુ હવે તે હરાજીમાં જોવા મળશે.

3 / 7
ગઈ સીઝનની ફાઇનલિસ્ટ ટીમ પંજાબ કિંગ્સે વિસ્ફોટક બેટ્સમેન ગ્લેન મેક્સવેલને રિલીઝ કર્યો છે. રિકી પોન્ટિંગ જ્યારે પંજાબ કિંગ્સના કોચ બન્યા ત્યારે મેક્સવેલને ટીમમાં લાવવામાં આવ્યો હતો. જો કે, આ તોફાની બેટ્સમેન નિષ્ફળ ગયો. તેણે ગયા સીઝનમાં 7 મેચ રમી અને ફક્ત 48 રન બનાવ્યા હતા.

4 / 7
ગુજરાત ટાઇટન્સમાંથી લખનૌ સુપર જાયન્ટ્સમાં જોડાયેલ ડેવિડ મિલરને પણ ફ્રેન્ચાઇઝીએ રિલીઝ કરી દીધો છે. ગુજરાતની વર્ષ 2022ની ટાઇટલ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર મિલરને લખનૌએ ફિનિશરની ભૂમિકા તરીકે ટીમમાં જોડ્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો નહીં અને ફ્રેન્ચાઇઝીએ આ વર્ષે તેને રિલીઝ કરવાનો નિર્ણય લીધો.

5 / 7
ચેન્નાઈ સુપર કિંગ્સની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવનાર અને ત્યારબાદ 3 વર્ષ સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની કેપ્ટનશીપ કરનાર ફાફ ડુ પ્લેસિસને ગયા વર્ષે દિલ્હી કેપિટલ્સે ટીમમાં જોડ્યો હતો. જો કે, આ વખતે ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કર્યો છે. હરાજીમાં ફ્રેન્ચાઇઝી તેને ફરીથી ટીમમાં જોડવાનો પ્રયાસ કરશે, તેવી આશા છે.

6 / 7
ઇંગ્લેન્ડના વિસ્ફોટક બેટ્સમેન લિયામ લિવિંગસ્ટોનને પણ ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે રિલીઝ કર્યો છે. RCB એ ગયા સિઝનમાં ટાઇટલ જીત્યું હતું પરંતુ જમણા હાથનો આ બેટ્સમેન ખાસ ભૂમિકા ભજવી શક્યો નહીં. લિવિંગસ્ટોને 10 મેચ રમી અને 112 રન બનાવ્યા, જેમાં 1 અડધી સદીનો સમાવેશ થાય છે.

7 / 7

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">