શું તમને Instagram પર સંપૂર્ણ પ્રાઈવસી જોઈએ છે? તો આ સરળ ટ્રિક તમારી Online Activity છુપાવશે…
Instagram Online Activity: આજકાલ લોકો ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ ફક્ત ફોટા કે વીડિયો જોવા માટે જ નહીં પણ મિત્રો સાથે ચેટિંગ કરવા માટે પણ કરતા હોય છે.

Instagram નો ઉપયોગ લોકો દિવસ દરમિયાન અનેકવાર ફોટા અને વિડિઓ જોવા માટે કરતા હોય છે. આ ઉપરાંત મિત્રો સાથે ચેટિંગ કરવા, રિલ્સ સ્ક્રોલ કરવા,લોકોની સ્ટોરી જોવા માટે પણ કરતા હોય છે. કેટલીકવાર આપણે એપ્લિકેશન ખોલીએ છીએ ત્યારે સામેની વ્યક્તિને તરત જ ખબર પડે છે કે આપણે ઑનલાઇન છીએ. આવા સમયે ઘણીવાર સામેની વ્યકિતને પ્રતિક્રિયા આપવાનું દબાણ બનતું હોય છે, ભલે તે સમયે આપણને વાત કરવાનું મન ન હોય. (ફોટો: google)

Instagram નો ઉપયોગ કરતી વખતે જો તમે ઇચ્છતા હોય કે, તમે ક્યારે ઓનલાઇન છો તે કોઈને ખબર ન પડે, તેના માટે તમારા એપ્લિકેશનમાં એક સરસ સેટિંગ હોય છે. એકવાર તમે આ સેટિંગને બંધ કરી દેશો તો કોઈને તમારી પ્રવૃત્તિની ખબર નહીં પડે. અને તમે Instagram નો આરામથી ઉપયોગ કરી શકશો. (ફોટો: google)

ઇન્સ્ટાગ્રામ પર, જ્યારે કોઈ યૂઝર એપ્લિકેશન પર આવતો હોય છે ત્યારે તેમની પ્રોફાઇલની બાજુમાં એક નાનું લીલું ટપકું દેખાય છે. ઉપરાંત મેસેજ વિભાગમાં પણ વ્યક્તિ છેલ્લે ક્યારે એપ્લિકેશન પર એક્ટિવ હતો તે દેખાતો હોય છે. આ સુવિધાને Active Status પણ કહેવામાં આવે છે. (ફોટો: google)

આ ફીચર ડિફૉલ્ટ રૂપે ચાલુ જ હોય છે જેથી તમારા ફોલોઅર્સ અથવા જેની સાથે તમે ચેટિંગ કરી હોય તે લોકો સરળતાથી જોઈ શકે કે તમે હાલમાં ઑનલાઇન છો અથવા છેલ્લે ક્યારે એપ્લિકેશનનો ઉપયોગ કર્યો હતો. (ફોટો: google)

જ્યારે તમે આ ફીચરને બંધ કરો છો, ત્યારે તમારી ઓનલાઈન પ્રવૃત્તિ અન્ય લોકોને દેખાતી નથી. આનો અર્થ એ છે કે તમે એપ્લિકેશન પર ક્યારે એક્ટિવ છો અથવા તમે એપ્લિકેશન પર છેલ્લે ક્યારે હતા તે કોઈને દેખાશે નહીં. ઉપરાંત તાત્કાલિક મેસેજનો જવાબ આપવાના દબાણથી પણ રાહત રહેશે. તેમજ તમે તમારી ગતિએ એપ્લિકેશનનો ઉપયોગ કરી શકશો. (ફોટો: google)

આ સેટિંગ બંધ કર્યા પછી એક વધુ ફેરફાર થતો હોય છે. જેમ તમારી પ્રવૃત્તિ અન્ય લોકો જોઈ શકશે નહીં, તેવી જ રીતે તમે પણ તમારા મિત્રો કે અન્ય યૂઝર ક્યારે ઓનલાઈન છે તે જોઈ શકશો નહીં. (ફોટો: google)

ઇન્સ્ટાગ્રામ પર આ ફિચરને બંધ કરવી ખૂબ જ સરળ છે. સૌપ્રથમ, એપ ખોલો અને તમારી પ્રોફાઇલ પર જાઓ. ત્યારબાદ ટોચ પર ત્રણ-લાઇનના મેનૂ પર ટેપ કરો અને Settings and Activity વિભાગ પર જાઓ. અહીં, Messages and story replies નામનો વિકલ્પ દેખાશે. તેના પર ક્લિક કરવાથી Show Activity Status નો વિકલ્પ ખુલશે. એકવાર તમે આ ટૉગલ (Toggle) બંધ કરી દો, પછી તમારી ઑનલાઇન માહિતી અન્ય લોકોને દેખાશે નહીં. આ સેટિંગ Android, iPhone અને વેબ વર્જન પર સમાન રીતે ઉપલબ્ધ હોય છે. (ફોટો: google)
હવે, ગૂગલની જગ્યાએ દેખાશે તમારું નામ ! જાણો આ મજેદાર ફિચર વિશે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો