Breaking News: સુરતમાં IT વિભાગનો સપાટો! સટ્ટાકિંગના ઠેકાણે દરોડા, કરોડોના હવાલા અને રોકડ વ્યવહારોના પર્દાફાશની આશંકા – જુઓ Video
સુરતમાં આવકવેરા વિભાગ દ્વારા લક્ષ્મી ગ્રુપ પર હાથ ધરવામાં આવેલી તપાસ હજુ પણ યથાવત છે. આ સર્ચ ઓપરેશનમાં શહેરના પોશ વિસ્તારમાં થયેલી એક મોટી રિયલ એસ્ટેટ ડીલ તપાસનું મુખ્ય કેન્દ્ર બની છે.
સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી આવકવેરા વિભાગ (IT) ફૂલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. લક્ષ્મી ગ્રુપ અને શહેરના બીજા મોટા માથાઓ પર દરોડા પાડ્યા બાદ હવે આઈટી વિભાગની ટીમે તપાસનો ધમધમાટ યથાવત રાખતા અડાજણ વિસ્તારના જાણીતા ફાઈનાન્સર બ્રિજેશ ખીમાણી ઉર્ફે મુન્ના ઓલપાડીને નિશાન બનાવ્યો છે.
મુન્ના ઓલપાડીની પાલ સ્થિત ઓફિસ અને રહેણાંક સ્થળોએ સતત બે દિવસ સુધી સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન લક્ષ્મી ગ્રુપ સાથે વિદેશમાં થયેલા કરોડોના હવાલા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.
નોંધનીય છે કે, મુન્ના ઓલપાડી અગાઉ સટ્ટા બેટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો, જેનો તાર હવે આર્થિક ગેરરીતિઓ સાથે જોડાઈ રહ્યો છે. તપાસના કેન્દ્રમાં શહેરના એક પોશ વિસ્તારમાં થયેલો મોટો રિયલ એસ્ટેટ સોદો છે.
આઈટી વિભાગને બાતમી મળી છે કે, બ્રિજેશ ઠક્કરે એક મોટા બિલ્ડરના પ્રોજેક્ટમાં કરોડો રૂપિયાની રોકડ ચૂકવી આખી હાઈ-રાઈઝ ઓફિસ ખરીદી હતી. હાલ આઈટી વિભાગ હવાલા અને સટ્ટામાં રોકાણ થયેલા નાણાંનો સ્ત્રોત શોધવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેને પગલે શહેરના નાણાકીય બજારમાં ભારે ફફડાટ ફેલાયો છે.
આ પણ વાંચો: હોસ્પિટલમાં ‘હેવાનિયત’! સાબરમતીમાં ખાનગી દવાખાનામાં મહિલા દર્દીની છેડતી, અડપલા કરનાર સ્ટાફ બ્રધર જેલભેગો – જુઓ Video
શિક્ષણના ધામમાં વિદ્યાર્થીઓના હાથમાં પેન છે કે ચપ્પુ?
ભાજપ MLA ફતેહસિંહ ચૌહાણે DJ મામલે વ્યક્ત કર્યો રોષ
હોર્મુઝ સ્ટ્રેટથી મુન્દ્રા પોર્ટ પર LPG ભરેલું ‘શિવાલિક’ જહાજ પહોંચ્યુ
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
