AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

1 એપ્રિલ 2026થી Tax system માં બદલાવ, પરંતુ જૂની આવક સંપૂર્ણ સુરક્ષિત

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 1 એપ્રિલ, 2026થી લાગુ થતી નવી કર પ્રણાલી જૂની આવક પર અસર કરશે નહીં. 31 માર્ચ, 2026 સુધીની આવક પર જૂના નિયમો લાગુ પડશે, જ્યારે 1 એપ્રિલ, 2026 પછીની આવક પર નવા નિયમો લાગુ થશે.

1 એપ્રિલ 2026થી Tax system માં બદલાવ, પરંતુ જૂની આવક સંપૂર્ણ સુરક્ષિત
| Updated on: Feb 04, 2026 | 10:17 PM
Share

કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે 1 એપ્રિલ, 2026થી લાગુ થનારી નવી કર પ્રણાલી જૂની આવક પર કોઈ અસર કરશે નહીં. સરકારે જણાવ્યું છે કે નવી કર વર્ષ (Tax Year) પ્રણાલી અને વર્તમાન આકારણી વર્ષ (Assessment Year) વચ્ચે કોઈ વિરોધાભાસ કે ઓવરલેપ નહીં થાય. એટલે કે, અત્યાર સુધી કમાઈેલી આવક પર જૂના નિયમો યથાવત રહેશે.

જૂની આવક પર જ જૂના નિયમો લાગુ પડશે

સરકાર મુજબ, નાણાકીય વર્ષ 2025-26 સુધીની આવક પર આવકવેરા કાયદા, 1961 મુજબ જ કર લાદવામાં આવશે. આ આવકનું મૂલ્યાંકન આકારણી વર્ષ 2026-27માં થશે. જ્યારે 1 એપ્રિલ, 2026 પછી કમાઈેલી આવક પર નવા આવકવેરા કાયદા હેઠળ કર લાગુ પડશે. આથી સ્પષ્ટ છે કે જૂની અને નવી આવક માટે અલગ-અલગ નિયમો લાગુ થશે.

આકારણી વર્ષ અને કર વર્ષ વચ્ચે કોઈ ગુંચવણ નહીં

સરકાર સામે મોટો પ્રશ્ન એ હતો કે નવી કર પ્રણાલી સંક્રમણ સમયગાળા દરમિયાન ગુંચવણ ઊભી કરશે કે કેમ. સરકારનો જવાબ સ્પષ્ટ છે. આકારણી વર્ષ 2026-27 નાણાકીય વર્ષ 2025-26ની આવક સાથે જ સંબંધિત રહેશે, નાણાકીય વર્ષ 2026-27 સાથે નહીં. FAQમાં પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નવા કાયદા હેઠળ કરવેરા વર્ષ 2026-27 માત્ર નાણાકીય વર્ષ 2026-27ની આવક પર જ લાગુ પડશે.

સંક્રમણ પ્રક્રિયા કેવી રીતે લાગુ થશે?

સરકારે સમજાવ્યું છે કે નાણાકીય વર્ષ 2025-26ની આવકનું મૂલ્યાંકન આવકવેરા કાયદા, 1961 હેઠળ આકારણી વર્ષ 2026-27માં કરવામાં આવશે. જ્યારે નાણાકીય વર્ષ 2026-27ની આવકનું મૂલ્યાંકન નવા આવકવેરા કાયદા હેઠળ કરવેરા વર્ષ 2026-27માં થશે. ભલે બંનેનું મૂલ્યાંકન એક જ કેલેન્ડર વર્ષમાં થાય, પરંતુ આવકના સમયગાળા અલગ હોવાથી નિયમો પણ અલગ રહેશે.

નવું કરવેરા વર્ષ એટલે શું?

નવા આવકવેરા કાયદામાં “પાછલા વર્ષ” શબ્દને બદલે “કર વર્ષ” શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે. કરવેરા વર્ષ એ નાણાકીય વર્ષમાં આવતો 12 મહિનાનો સમયગાળો છે. હવે આવક, કર દર અને આકારણી ત્રણેય એક જ કર વર્ષ સાથે જોડાયેલા રહેશે. સરકારનું કહેવું છે કે અગાઉ પાછલા વર્ષ અને આકારણી વર્ષ અલગ હોવાને કારણે કરદાતાઓમાં ગુંચવણ થતી હતી, જેને નવી પ્રણાલી સરળ બનાવશે.

શું કરવેરા વર્ષ ટૂંકું હોઈ શકે છે?

હા, કેટલાક ખાસ કિસ્સાઓમાં કરવેરા વર્ષ ટૂંકું રાખી શકાય છે. જો કોઈ વ્યક્તિ વર્ષના મધ્યમાં નવો વ્યવસાય શરૂ કરે છે અથવા આવકનો નવો સ્ત્રોત શરૂ થાય છે, તો તે તારીખથી લઈને 31 માર્ચ સુધીનો સમયગાળો કરવેરા વર્ષ ગણાશે.

કરદાતાઓને ગભરાવાની કોઈ જરૂર નથી

સરળ શબ્દોમાં કહીએ તો, 31 માર્ચ, 2026 સુધીની આવક પર જૂના કાયદા મુજબ જ કર લાગશે અને 1 એપ્રિલ, 2026 પછીની આવક પર નવા કાયદા મુજબ કર વસૂલવામાં આવશે. કોઈ બેવડો કર લાગશે નહીં અને જૂની આવક માટેના નિયમોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સરકારનો હેતુ માત્ર કર પ્રણાલીની ભાષા અને માળખું સરળ બનાવવાનો છે, કરની સમયમર્યાદા અચાનક બદલવાનો નહીં.

ડોલર ડગું મગું થયો અને સોનાના ભાવમાં લાગી આગ, જાણો શું થયું…

Follow Us
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
દ્વારકા જિલ્લાના ખેડૂતોએ ખેતરમાં હવન કરી સરકારે જગાડવા કર્યો પ્રયાસ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
વરસાદ ખેંચાવાને કારણે ધરતીપુત્રો કુદરત સામે લાચાર, પાક નુકસાનીની ભીતિ
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
રેલવે સ્ટેશન પર મોટી દુર્ઘટના ટળી, ચાલુ ટ્રેને ચઢતા લટક્યો મુસાફર
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
ભાવનગર લઠ્ઠાકાંડમાં પોલીસકર્મચારીની સંડોવણી ખૂલી, કરાઈ ધરપકડ
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
પાકિસ્તાને હોશિયારી મારવાના ચક્કરમાં પોલીસની ગાડી જ ઠોકી દીધી
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
AMCના આદેશનું પાલન, ફરસાણની દુકાનો-રેસ્ટોરન્ટમાં TPC કીટ- CCTV લગાવાયા
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">