Travel Tips : માલદીવ્સને ટકકર મારે છે ગુજરાતનો આ બીચ, ઓછા બજેટમાં બનાવો ફરવાનો પ્લાન
જો તમે આ શિયાળામાં કંઈક અલગ ફરવાનું સ્થળ શોધી રહ્યા છો, તો બીચ ડેસ્ટિનેશન એક સુંદર વિકલ્પ છે. જો તમે ગોવા જેવા બીચ પર ફરવાનો પ્લાન બનાવવા માંગો છો. કે પછી ઓછો ભીડવાળું અને શાંત સ્થળ શોધી રહ્યા છો, આ બીચ ફેમિલી અથવા સોલો ટ્રિપ્સ માટે પરફેક્ટ ટ્રાવેલ ડેસ્ટિનેશન છે.

મોટાભાગના લોકો બીચ પર જઈને નવા વર્ષની ઉજવણી કરવાનું આયોજન કરે છે. તેઓ આખી રાત ડાન્સ પાર્ટી કરવા અને નાઇટલાઇફનો આનંદ માણે છે.પરંતુ કેટલાક શાંત સ્થળો પસંદ કરે છે અને હંમેશા તેઓ શાંત સ્થળની શોધમાં હોય છે. જો તમે પણ આવા કોઈ સુંદર સ્થળની શોધ કરી રહ્યા છો. તો આજે અમે તમને ગુજરાતના એક એવા સ્થળ વિશે જણાવીશું કે, અહી તમે તમારા આખા પરિવાર સાથે ફરવાનું આયોજન કરી શકો છો.

કેટલાક લોકો એવા હોય છે જેમને સોલો ટ્રાવેલ પસંદ હોય,જ્યારે કેટલાક એવા પણ હોય છે જેમને પરિવાર સાથે ફરવાનું વધારે ગમે છે. તો કોઈ કપલ કે ગર્લફ્રેન્ડ સાથે ફરવાનો પ્લાન બનાવે છે. જો તમે ન્યુયર સેલિબ્રેશન માટે સુંદર સ્થળ શોધી રહ્યા છો. તો શિવરાજ પુર બીચ બેસ્ટ ડેસ્ટિનેશન છે.

શિવરાજ પુર બીચને 'બ્લુ ફ્લેગ' બીચનો ટેગ મળ્યા બાદ અહી પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. ગુજરાતના દરિયા કિનારે પ્રવાસન ધીરે ધીરે વધી રહ્યું છે.

આ બીચ પર સ્કુબા ડાઇવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ અને આઇલેન્ડ ટૂરનો સમાવેશ થાય છે. શિવરાજપુર બીચ નજીક દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રુકમણી દેવી મંદિર અને દ્વારકા સનસેટ પોઇન્ટ જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.તમે આ સ્થળની પણ મુલાકાત લઈ શકો છો.

શિવરાજપુર બીચ ગુજરાત રાજ્યના મુખ્ય શહેરો જેમ કે જામનગર (142 કિમી), રાજકોટ (236 કિમી) અને અમદાવાદ (462 કિમી) દુર આવેલું છે. તમે તમારી કાર દ્વારા પણ શિવરાજપુર બીચ આરામથી જઈ શકો છો.જો તમે પરિવાર સાથે ગ્રુપમાં શિવરાજ પુર બીચ આવવાનો પ્લાન કરી રહ્યા છો. તો શિવરાજપુરની નજીકનું રેલ્વે સ્ટેશન દ્વારકા છે, જે શિવરાજપુર બીચથી લગભગ 14 કિમી દૂર છે અને ત્યાં પહોંચવામાં લગભગ 25 મિનિટનો સમય લાગે છે.

શિવરાજ પુર બીચનું સૌથી નજીકનું એરપોર્ટ જામનગર છે, જે મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ જેવા દેશોના મુખ્ય શહેરો સાથે સારી રીતે જોડાયેલું છે. જામનગર એરપોર્ટ શિવરાજપુર બીચથી આશરે 138 કિમીના અંતરે આવેલું છે અને ત્યાં પહોંચવામાં લગભગ 3 કલાક લાગે છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
