Breaking News : દિલ્હી બ્લાસ્ટ બાદ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં વધારાઈ સુરક્ષા,SOGમાં ખાલી જગ્યા ભરવા આદેશ, જુઓ Video
દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત ATS દ્વારા પકડાયેલા 3 આતંકીઓ બાદ રાજ્યભરમાં એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાકીદ કરી છે.
દિલ્હી બ્લાસ્ટ બાદ દેશભરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. ત્યારે ગુજરાત ATS દ્વારા પકડાયેલા 3 આતંકીઓ બાદ રાજ્યભરમાં એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાએ વીડિયો કોન્ફરન્સથી ઉચ્ચ પોલીસ અધિકારીઓને તાકીદ કરી છે.
આતંકી મોડ્યુલને લઈને સ્થાનિક સ્તરે એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી હતી. તો ગુજરાત ATS દ્વારા રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓને આતંકી મોડ્યુલની માહિતી આપવામાં આવી છે. એટલું જ નહીં ગુજરાતમાં NDPS અને હથિયાર સબંધિત ગુનેગારો પર વોચ રાખવા તાકીદ રાખવા માટે જણાવવામાં આવ્યું છે. અગાઉ પકડાયેલા આરોપીઓની ફરી ચકાસણી કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હી આત્મઘાતી બ્લાસ્ટમાં 12 લોકોના મોત થયા છે. ત્યારે આતંકી અને શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખતા SOGમાં ખાલી જગ્યા ભરવા સૂચના આપવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં વિશેષ તકેદારી રાખી શંકાસ્પદ ગતિવિધિ પર નજર રાખવા આદેશ આપવામાં આવ્યો છે.
પ્રાપ્તથતી માહિતી અનુસાર ગુજરાતમાંથી આતંકી ઝડપાયા બાદ ઠેર-ઠેર એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને વિશેષ ધ્યાન રાખવા માટે જણાવ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Breaking News :સુરતના હીરા દલાલે પૂરુ પાડ્યુ ઈમાનદારીનું ઉદાહરણ
ખાદ્યતેલ ફરી બન્યું મોંઘું, સિંગતેલના ભાવમાં ભડકો, જુઓ Video
Breaking News : આકાશમાંથી પેરાશુટ લઇને યુવક વીજ વાયર પર પડ્યો
જીવનસાથી સાથે શોપિંગ કરવાની મજા આવશે, કિંમતી વસ્તુઓનું ધ્યાન રાખો
