Breaking News: પોરબંદરમાં સ્મગલિંગનો નવો ખેલ ! ડ્રગ્સ બાદ હવે સમુદ્રી માર્ગે વિદેશી સિગારેટ ઘુસાડવાનો પ્રયાસ
Breaking News: તાજેતરમાં Indian Coast Guard દ્વારા Dwarka નજીકથી શંકાસ્પદ 200 કિલો જેટલો નશીલા જેવો પદાર્થ ઝડપાયો હતો. આજે ફરી દ્વારકાથી અંદાજે 115 થી 144 નોટિકલ માઈલ દૂર દરિયામાં ઇરાનની ‘અલ અખતર’ નામની બોટ ઝડપાઈ છે.
Porbandar સમુદ્ર વિસ્તારમાં ગુજરાત કોસ્ટગાર્ડે ફરી એક વખત મોટી કાર્યવાહી કરી છે. ડ્રગ્સ માફિયાઓએ પોતાની મોડ્સ ઓપરેન્ડી બદલી સમુદ્રી માર્ગે હવે નશીલા પદાર્થોની બદલે વિદેશી સિગારેટ ઘુસાડવાનો ષડયંત્ર રચ્યો હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં Indian Coast Guard દ્વારા Dwarka નજીકથી શંકાસ્પદ 200 કિલો જેટલો નશીલા જેવો પદાર્થ ઝડપાયો હતો. આજે ફરી દ્વારકાથી અંદાજે 115 થી 144 નોટિકલ માઈલ દૂર દરિયામાં ઇરાનની ‘અલ અખતર’ નામની બોટ ઝડપાઈ છે.
ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું
બોટમાં સવાર 4 વિદેશી નાગરિકો પાસેથી આશરે ₹2.5 કરોડ કિંમતની વિદેશી સિગારેટના લગભગ 200 કાર્ટૂન, જેમાં લાખો પેકેટનો જથ્થો હતો, જપ્ત કરવામાં આવ્યો છે. કોસ્ટગાર્ડે ગુજરાતની સમુદ્રી સીમામાં પ્રવેશ કરતા પહેલાં જ આ ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું.
પ્રાથમિક તપાસમાં બોટ ઇરાનથી નીકળી હોવાનું સામે આવ્યું છે. સિગારેટ કયા નેટવર્કને પહોંચાડવાની હતી અને દેશમાં કયા તટ પર ઉતારવાની યોજના હતી તે અંગે તપાસ ચાલુ છે. બોટ અને ચારેય ક્રૂ મેમ્બરોને વધુ પૂછપરછ માટે પોરબંદર લાવવામાં આવી રહ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
જેતપુર નજીક વ્રજ વાટિકા હોટલમાં ભીષણ આગ, લગ્ન પ્રસંગમાં અફરાતફરી
રાજકોટમાં ફરી ગેમ ઝોનમાં આગ: કાલાવડ રોડ પર ફનબ્લાસ્ટમા સર્જાયા દ્રશ્યો
અમદાવાદ: ચૂંટણીમાં બબાલ, ભાજપ ઉમેદવાર વિનોદ પરમાર હોસ્પિટલમાં દાખલ
AAP ઉમેદવાર નરેન્દ્રસિંહ જાડેજાનું 38 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન
