Dwarka : ખંભાળિયાના તરઘડી ડમ્પિંગ યાર્ડમાં લાગી ભીષણ આગ, વારંવાર આગ લાગતા પાલિકાની બેદરકારીનો આરોપ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આગ લાગવાની ઘટના બની છે.ખંભાળિયાના તરઘડી ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં આગ લાગવાની ઘટના બની છે.ખંભાળિયાના તરઘડી ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ લાગતા આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. આગના કારણે આ સમગ્ર વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તરઘડી ડમ્પિંગ યાર્ડમાં વારંવાર આગ લાગતા પાલિકા પર ગંભીર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આગને કારણે હવામાં ઝેરી ધુમાડો ફેલાય છે. છાશવારે તરઘડી ડમ્પિંગ યાર્ડમાં આગ લાગવાની ઘટના બને છે ત્યારે આસપાસનાં વિસ્તારોનાં લોકો ઝેરી હવામાં ગુંગળાવવા મજબુર બન્યા છે. આવી ઘટનાઓ છતા પાલિકાનાં પેટનું પાણી હલતુ નથી.આવી ઘટના અટકાવવા પાલિકા તંત્ર તરફથી કોઇ પગલા લેવાતા ન હોવાનો સ્થાનિકોનો આરોપ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
