Delhi Blast 2025 : દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઇ, મરીન પોલીસ અને કોસ્ટગાર્ડ એલર્ટ પર,જુઓ Video
દિલ્હીમાં બ્લાસ્ટ બાદ ગુજરાતના યાત્રાધામોની સુરક્ષા સઘન કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના યાત્રાધામ દ્વારકાધીશ મંદિરની સુરક્ષા વધારાઈ છે. દ્વારકામાં પોલીસ, SOG, LCBનું સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે દ્વારકામાં દરિયાકાંઠો હોવાથી ત્યાં મરીન પોલીસ અને કોસ્ટગાર્ડને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ ઈન્ટેલિજન્સ અને ATS ટીમો સક્રિય થઈ ગઈ છે. શંકાશીલ વાહનો અને વ્યક્તિની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
દ્વારકામાં લોકલ પોલીસ ખાસ કરીને વાહન ચેકિંગ કરી રહી છે. શંકાસ્પદ વાહનો ઉપરાંત, નંબર પ્લેટ વગરના અને કાળા કાચવાળા વાહનોને ખાસ ટાર્ગેટ કરીને તેમની ઓળખ અને દસ્તાવેજોની તપાસ કરવામાં આવી રહી છે.