Cannes 2025 : આલિયા ભટ્ટનો જલવો ! કાન્સમાં પહેરી એવી સાડી જોતા રહી ગયા લોકો, જુઓ-Photo
જ્યારે અભિનેત્રીએ પહેલા દિવસે ઓફ-શોલ્ડર ગ્લેમરસ ગાઉન પહેર્યો હતો, ત્યારે બીજા દિવસે તે સાડીમાં જોવા મળી હતી. જોકે, તેનો આ સાડી લુક બંને દિવસની સરખામણીમાં એટલો જબરદસ્ત હતો કે લોકો તેને જોતા જ રહી ગયા.

કાન્સ 2025ના રેડ કાર્પેટ પર આલિયા ભટ્ટના આવવાની બધા રાહ જોઈ રહ્યા હતા. પરંતુ કોઈએ અપેક્ષા રાખી ન હતી કે તે આટલી સ્ટાઇલમાં જોવા મળશે. ખરેખર, ગાઉનથી શરૂ થયેલો લુક નેટ સાડી સાથે સમાપ્ત થયો. 24 મેના રોજ, તે ફરી એકવાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર જોવા મળી. (Image:Getty)

જ્યારે અભિનેત્રીએ પહેલા દિવસે ઓફ-શોલ્ડર ગ્લેમરસ ગાઉન પહેર્યો હતો, ત્યારે બીજા દિવસે તે સાડીમાં જોવા મળી હતી. જોકે, તેનો આ સાડી લુક બંને દિવસની સરખામણીમાં જબરદસ્ત હતો. કપૂર પરિવારની વહુએ જાળીદાર સાડીમાં લોકોના દિલ જીતી લીધા. (Image:Getty)

આલિયા ભટ્ટે પહેરેલી સેક્વિન સાડી ખૂબ જ ખાસ હતી. વાસ્તવમાં તે ગુચી દ્વારા બનાવવામાં આવી હતી. તેમજ અભિનેત્રીની આખી સાડીમાં Swarovski ક્રિસ્ટલ્સ જડેલા હતા. જોકે, તેમાં કોઈ ફેબ્રિક દેખાતું નહોતું. ક્રિસ્ટલ નેટ સાડી નીચે સ્કિન કલરનું કાપડ હતું. (Image:Getty)

વાસ્તવમાં આલિયા ભટ્ટ ગુચીની પહેલી મહિલા બ્રાન્ડ એમ્બેસેડર છે. ત્યારે અભિનેત્રીએ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર આ બ્રાન્ડની પહેલી સાડી પહેરીને વોક કર્યું હતુ. આલિયાએ મેચિંગ ડાયમંડ નેકલેસ પહેરીને પોતાનો લુક પૂર્ણ કર્યો. (Image:Getty)

આલિયા ભટ્ટે સિંગલ લેયર નેકલેસ અને ઇયરિંગ્સ સાથે પોતાનો લુક ક્લાસી બનાવ્યો. ઉપરાંત, વાળ ખુલ્લા રાખી દીધા હતા. આ અભિનેત્રીને રિયા કપૂરે સ્ટાઇલ કરી છે. કાન્સમાં ડેબ્યૂ કરનારી જાહ્નવી કપૂરને પણ રિયાએ સ્ટાઇલ કરી હતી. (Image:Getty)

આલિયા ભટ્ટે કાજલ લગાવી પોતાનો લુક પૂર્ણ કરે છે. જોકે, તે નેચરલ મેકઅપ સાથે પરફેક્ટ થઈ લાગી રહી હતી. સોશિયલ મીડિયા પર અભિનેત્રીની ખૂબ પ્રશંસા થઈ રહી છે.(Image:Getty)

પહેલા દિવસે આલિયા ભટ્ટ આ ગાઉનમાં જોવા મળી હતી. જોકે કેટલાક લોકોને તેનો લુક ગમ્યો હતો, તો કેટલાકે કહ્યું કે તે એકદમ સરળ હતો. બીજી બાજુ, તેનું એક ફોટોશૂટ છે, જે તેણે ગુચી બ્રાન્ડ માટે કરાવ્યું છે. આલિયા ભટ્ટ પીળા રંગના આઉટફિટમાં ખૂબ જ અલગ લાગી રહી છે. તેના વખાણ પણ થઈ રહ્યા છે.
હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી જેને બોલિવુડના નામથી ઓળખવામાં આવે છે. બોલિવુડના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
