Bhatt Surname History : આલિયા ભટ્ટની અટકનો અર્થ અને ઈતિહાસ જાણો
દેશ-દુનિયામાં અલગ-અલગ વર્ણના લોકો વસવાટ કરે છે.કોઈ પણ માણસના નામ પાછળ એક વિશેષ નામ લખવામાં આવે છે. તેને અટક તરીકે ઓળખાય છે. તો આજે ભટ્ટ અટકનો અર્થ શું થાય છે.

ભટ્ટ અટક ભારતમાં પ્રખ્યાત છે. ભારતના વિવિધ ભાગોમાં ખાસ કરીને બ્રાહ્મણ સમુદાયમાં અટક જોવા મળે છે. આ અટક સંસ્કૃત શબ્દ ભટ્ટ પરથી ઉતરી આવી છે. તેનો ઈતિહાસ હજારો વર્ષ જૂનો છે. તે ભારતીય સંસ્કૃતિ, ધર્મ અને શિક્ષણ સાથે ઊંડો જોડાયેલો છે.

સંસ્કૃત મૂળ શબ્દ ભટ્ટ એક આદરણીય શબ્દ છે, જેનો અર્થ થાય છે વિદ્વાન માણસ, પંડિત, જ્ઞાની બ્રાહ્મણ, ધાર્મિક ગ્રંથોના વિદ્વાન, શાસ્ત્રોના વિદ્વાન થાય છે.

વેદ અને શાસ્ત્રોના જાણકાર બ્રાહ્મણોને ભટ્ટ કહેવામાં આવતા હોય છે. તેઓ ઘણીવાર સંસ્કૃત ભાષા, ધર્મ, તત્વજ્ઞાન, ન્યાય, વ્યાકરણ અને જ્યોતિષ જેવા વિષયોમાં નિષ્ણાત હતા.

ઘણા પ્રખ્યાત લેખકો અને કાયદાશાસ્ત્રીઓએ ભટ્ટ અટક રાખી હતી. ભટ્ટ અટક ઘણા વિદ્વાનો, કવિઓ અને ગણિતશાસ્ત્રીઓના રાજદરબાર સાથે સંકળાયેલી છે.

આ લોકોએ શિક્ષણ પ્રણાલી, ધર્મશાસ્ત્ર અને સામાજિક વ્યવસ્થા જાળવવામાં નોંધપાત્ર યોગદાન આપ્યું. કાશ્મીરી પંડિતોમાં ભટ્ટ એક સામાન્ય અટક છે. કાશ્મીરના વિદ્વાનોને 'ભટ્ટ' કહીને માન આપવામાં આવતું હતું.

ભટ્ટ બ્રાહ્મણોએ શૈવ અને વૈદિક પરંપરાઓના પ્રસાર અને જાળવણીમાં ભૂમિકા ભજવી હતી. યજ્ઞ, પૂજા, સંસ્કાર અને ધાર્મિક વિધિઓનું સંચાલન કરવું. રાજાઓ અને સમ્રાટોના દરબારમાં ધાર્મિક સલાહ આપવી છે. ન્યાયશાસ્ત્ર અને રાજકારણમાં યોગદાન આપવું.

આજે પણ ભારત, નેપાળ અને પાકિસ્તાનમાં ભટ્ટ અટક ધરાવતા લોકો શિક્ષણ, વિજ્ઞાન, રાજકારણ, લશ્કર અને કલા જેવા વિવિધ ક્ષેત્રોમાં સક્રિય છે.

ભટ્ટ અટક ફક્ત એક નામ નથી પરંતુ ભારતની દાર્શનિક, ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાનું પ્રતીક છે. તે એવા લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. જેમણે જ્ઞાન, ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ અને પ્રસારમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. (નોધ :પબ્લિક ડોમેનમાં ઉપલબ્ધ માહિતી અનુસાર આ સ્ટોરી ફાઈલ કરવામાં આવી છે.)
Tv9 ગુજરાતી પર શહેર, અટક પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.
