AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સરકારે ખેડૂતોના ખિસ્સા ભરવાનો કર્યો ‘પ્લાન’ ! વડાપ્રધાનના નવા કાર્યાલય ‘સેવા તીર્થ’ માં લેવાયો પહેલો ‘મોટો નિર્ણય’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં તેમના નવા કાર્યાલય ‘સેવા તીર્થ’ ખાતે મળેલી પ્રથમ કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતમાં એક ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે.

Breaking News: સરકારે ખેડૂતોના ખિસ્સા ભરવાનો કર્યો 'પ્લાન' ! વડાપ્રધાનના નવા કાર્યાલય ‘સેવા તીર્થ’ માં લેવાયો પહેલો 'મોટો નિર્ણય'
| Updated on: Feb 24, 2026 | 6:45 PM
Share

કેન્દ્રીય કેબિનેટે 2026-27 માટે કાચા શણ (Raw Jute) ના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં વધારાની જાહેરાત કરી છે. આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ (CCEA) ની બેઠકમાં લેવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, વડાપ્રધાનના નવા કાર્યાલય ‘સેવા તીર્થ’ માં યોજાયેલી આ પ્રથમ બેઠક હતી. આ વધારાથી શણની ખેતી કરતા ખેડૂતોને વધુ સારા ભાવ મળવાની અને તેમની આવકમાં વૃદ્ધિ થવાની આશા છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2014 થી અત્યાર સુધીમાં કાચા શણ પર મળતી MSP માં અંદાજે 2.5 ગણો વધારો થયો છે.

કેબિનેટે કાચા શણ (Raw Jute) ના MSP માં કર્યો ‘આટલો વધારો’

કેન્દ્રીય કેબિનેટે વર્ષ 2026-27 ની સીઝન માટે કાચા શણ (ટીડી-3 ગ્રેડ) ના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) માં 275 રૂપિયાના વધારાને મંજૂરી આપી છે. હવે વર્ષ 2026-27 માટે શણની MSP વધીને 5,925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ છે.

વર્ષ 2018 ના બજેટમાં સરકારે નક્કી કર્યું હતું કે, કોઈપણ પાકના ઉત્પાદનમાં ખેડૂતોને જેટલો ખર્ચ થાય છે, સરકાર તેની MSP તે કિંમતના 1.5 ગણી રાખશે. કાચા શણના આ નવા વધેલા ભાવ સરકારના તે જ નિર્ણયનો અમલ કરે છે.

‘કુલ કમાણી’ વધી જશે

આ નવી MSP દ્વારા સરકાર ખેડૂતોને મળનારા નાણાં પર 61.8 ટકા વળતર (Return) સુનિશ્ચિત કરશે. આનો અર્થ એ છે કે, જો કોઈ ખેડૂત કાચું શણ ઉગાડવામાં 100 રૂપિયા ખર્ચ કરે છે, તો તેને 161 રૂપિયા પાછા મળશે, જેનાથી તેની કુલ કમાણી ખર્ચના મુકાબલે 61.8% વધી જશે. સરકારના આ નિર્ણયથી કાચું શણ પકવતા ખેડૂતોને મોટી રાહત મળી શકે છે.

વર્ષ 2014 થી વર્ષ 2026 વચ્ચે MSP દરમાં કેટલો વધારો થયો?

વર્ષ 2014માં સરકાર ખેડૂતો પાસેથી એક ક્વિન્ટલ કાચું શણ (Raw Jute) 2,400 રૂપિયામાં ખરીદતી હતી. હવે આ જ દર વર્ષ 2026-27માં વધીને 5,925 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થઈ ગયો છે. આમ, વર્ષ 2014 થી વર્ષ 2026 ના સમયગાળા દરમિયાન કાચા શણની MSPમાં પ્રતિ ક્વિન્ટલ 3,525 રૂપિયાનો વધારો થયો છે. જો આંકડાકીય રીતે જોઈએ તો, કાચા શણની કિંમતમાં વર્ષ 2014ની સરખામણીએ 2.5 ગણો વધારો જોવા મળ્યો છે.

Breaking News : ભાજપના ધારાસભ્યે માંગી રૂપિયા 11 લાખની લાંચ, 5 લાખ રૂપિયા લેતા રંગે હાથે ઝડપાયા, PA અને PSની પણ અટકાયત

g clip-path="url(#clip0_868_265)">