Gujarati News » Sports » Wtc 2021 when was the last time the top 6 batsmen of team india scored a century
WTC 2021: ટીમ ઈન્ડીયાના મુખ્ય 6 બેટ્સમેનોએ છેલ્લે ક્યારે ફટકારી હતી સદી? જાણો
ટીમ ઈન્ડીયા (Team India) ઈંગ્લેંડ પ્રવાસ ખેડી રહી છે. જ્યાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (ICC WTC Final) અને ઈંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. જ્યાં ટીમના ખેલાડીઓ ફુલ ફોર્મમાં રહે અને તેમની મોટી ઈનીંગની રમત જોવા મળે તેવી આશા છે તો વિરાટ કોહલી (Virat Kohli)ની સદીને લઈને પણ ચર્ચાઓ છે.
ટીમ ઈન્ડીયા (Team India) ઈંગ્લેંડ પ્રવાસ ખેડી રહી છે. જ્યાં વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ (ICC WTC Final) અને ઈંગ્લેંડ સામે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમશે. જ્યાં ટીમ ન ખેલાડીઓ ફુલ ફોર્મમાં રહે અને તેમની મોટી ઈનીંગની રમત જોવા મળે તેવી આશા છે તો વિરાટ કોહલી (Virat Kohli)ની સદીને લઈને પણ ચર્ચાઓ છે. જોકે ભારતીય ટીમમાંથી ચેતેશ્વર પુજારા (Cheteshwar Pujara) પણ લાંબા સમયથી સદીની રાહ જોઈ રહ્યો છે.
1 / 7
રોહિત શર્માઃ હિટમેનના નામથી જાણીતા રોહિત શર્માએ છેલ્લે ઈંગ્લેંડ સામે જ અંતિમ સદી ફટકારી હતી. તેણે ચેન્નાઈમાં ઈંગ્લેન્ડ સામે 161 રન બનાવ્યા હતા.
2 / 7
શુભમન ગીલઃ યુવાન ખેલાડી હજુ પણ સદીની રાહ જોઈ રહ્યો છે.
3 / 7
ચેતેશ્વર પુજારાઃ સદીના મામલામાં ભલે નિશાના પર વિરાટ કોહલી હોય. જો કે ટેસ્ટ સદીને લઈને પુજારા પણ લાંબા સમયથી રાહ જોઈ રહ્યો છે. તેણે 28 ઈનીંગથી ટેસ્ટ ક્રિકેટમાં સદી લગાવી નથી. તેણે આ પહેલા અંતિમ ટેસ્ટ સિડનીમાં ઓસ્ટ્રેલીયા સામે રમીને 191 રન ફટકાર્યા હતા.
4 / 7
વિરાટ કોહલીઃ ટેસ્ટ ક્રિકેટમાં 12 ઈનીંગથી કોહલી સદીની રાહ જોઈ રહ્યો છે. તેણે અંતિમ સદી બાંગ્લાદેશ સામે કલકત્તા ટેસ્ટ દરમ્યાન ફટકારી હતી. તેણે તે વખતે 136 રનની ઈનીંગ રમી હતી.
5 / 7
અજીંક્ય રહાણેઃ ટેસ્ટ ટીમ ઈન્ડીયાના વાઈસ કેપ્ટન અજીંક્ય રહાણે વાઈસ કેપ્ટનના સદીની 11 ઈનીંગ લાંબી રાહ જોઈ છે. તેણે ઓસ્ટ્રેલીયા સામે મેલબોર્ન ટેસ્ટમાં ઓસ્ટ્રલીયાની સામે સદી લગાવી હતી. ત્યારે તેણે 112 રન બનાવ્યા હતા.
6 / 7
ઋષભ પંતઃ ભારતના આ ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર બેટીંગ કરવામાં પણ પાવરધો છે. તેણે સદી લગાવ્યાને આડે 4 જ ઈનીંગ પસાર થઈ છે.