ફિફા વર્લ્ડકપ 2022માં કુલ પ્રાઈઝ મની લગભગ 3585 કરોડ રુપિયા છે. ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાની સાથે સાથે તમામ 32 ટીમો માલામાલ થઈ ગઈ છે. ચાલો જાણીએ કઈ ટીમને કેટલી પ્રાઈઝ મની મળી.
ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાને લગભગ 347 કરોડ રુપિયા, સાથે જ ફિફા વર્લ્ડકપ ટ્રોફીની રેપલિકા અને દરેક ખેલાડીને ગોલ્ડ મેડલ.
1 / 5
ફિફા વર્લ્ડકપ 2022ની રનર અપ ટીમ ફ્રાન્સને લગભગ 247 કરોડ રુપિયા અને દરેક ખેલાડીને સ્લિવર મેડલ.
2 / 5
ત્રીજા સ્થાને રહેનાર ક્રોએશિયાની ટીમને લગભગ 223 કરોડ અને દરેક ખેલાડીને બ્રોન્ઝ મેડલ.
3 / 5
ફિફા વર્લ્ડકપ ઈતિહાસમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપનાર મોરોક્કોની ટીમને લગભગ 206 કરોડ રુપિયા પ્રાઈઝ મની મળી.
4 / 5
વર્લ્ડકપમાં સામેલ દરેક ટીમને 9 મિલિયન ડોલર, કવાર્ટર ફાઈનલમાં હારનાર ટીમને 17 મિલિયન અને પ્રી કવાર્ટર ફાઈનલમાં પહોંચનાર દરેક ટીમને 13 મિલિયન ડોલર મળ્યા.