AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જૂની કબજિયાતની સમસ્યાનો એક જ હલ છે, સવારમાં 5 મિનિટ કરો આ આસન

Benefits of Malasana: મલાસન એ એક ઉત્તમ યોગ આસન છે. આ રોજ કરવાથી ઘણા ફાયદા થઈ શકે છે. અહીં જાણો માલાસન કરવાના ફાયદા અને તે કેવી રીતે કરી શકાય. ગમે તેવી જૂની કબજિયાત હોય તે પણ આ આસનથી મટાડી શકાય છે.

| Updated on: May 13, 2025 | 9:42 AM
મલાસન એ બેસવાની કસરત છે. આ કરતી વખતે બંને હાથ નમસ્કાર મુદ્રામાં હોય છે. તે ઘણા નામોથી ઓળખાય છે. આ આસન કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે. આ આસન શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સુધારણા માટે કરવામાં આવે છે.

1 / 6
જો કે આ યોગાસન સરળતાથી કરી શકાય છે, પરંતુ તે કરતી વખતે કાળજી લેવી જોઈએ. કારણ કે સહેજ પણ બેદરકારી મોંઘી સાબિત થઈ શકે છે. લોકો આ આસનને ઘણી રીતે પડકારજનક બનાવે છે. તે કેવી રીતે કરવું અને તેના ફાયદા અહીં આપેલા છે.

2 / 6
મલાસનના ફાયદા: - શરીરને ટોન કરવામાં મદદરૂપ થાય છે. કમરનો દુખાવો, ઘૂંટણના સાંધામાં દુખાવો અને હાથના સાંધામાં દુખાવો પણ દૂર થશે. ચયાપચય સુધારે છે. પાચનતંત્રને એક્ટિવ કરે છે. કબજિયાતની સમસ્યામાં રાહત આપે છે.

3 / 6
માસિક ધર્મના દુખાવામાં રાહત મળશે તેમજ તે પેટના સ્નાયુઓને ટોન કરે છે. મુદ્રામાં સુધારો કરે છે. આમ કરવાથી પગની ઘૂંટીઓ અને ઘૂંટણ લચીલા બને છે. હિપ્સ અને પેલ્વિક એરિયાને ખેંચાણ આપે છે.

4 / 6
મલાસન કેવી રીતે કરવું?: મલાસન કરવા માટે પહેલા તાડાસનમાં ઉભા રહો. પછી તમારા પગ શક્ય તેટલા ખોલો. તમારે બેસવાની સ્થિતિમાં આવવું પડશે. આ માટે તમારા ઘૂંટણ વાળીને ઉભડક બેસો. તમારા શોલ્ડર કરતાં તમારા સાથળને થોડા પહોળા ખોલો. હવે સહેજ આગળ ઝૂકો અને તમારા હાથને તમારા વાળેલા ઘૂંટણની અંદર લાવો. પછી કોણીઓને ઘૂંટણ સામે દબાવો અને હાથને હૃદયની સામે વાળો. આ દરમિયાન તમારી કરોડરજ્જુ સીધી રાખો. તમારા વજનને તમારી એડી પર રાખો અને પાંચ શ્વાસ સુધી આ મુદ્રામાં રહો.

5 / 6
મલાસન વોક કેવી રીતે કરવું: મલાસનાને પડકારરૂપ બનાવવા માટે તમે મલાસન વોક કરી શકો છો. આરામ કરો અને પછી આગળ વધવાનો પ્રયાસ કરો. આ આસન આરામથી કરો. બોડી પર ખોટો બોઝ ન આવવા દો. ધ્યાનમાં રાખો કે નિયમિત પ્રેક્ટિસ કર્યા પછી જ તમે તે સારી રીતે કરી શકશો.  (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)

6 / 6

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">