Yoga For Constipation: આ 4 યોગાસનો કરવાથી પેટ થઈ જશે સાફ, કબજિયાત થશે દૂર
Yoga For Constipation: કબજિયાતથી રાહત મેળવવા માટે લોકો ઘણીવાર દવા અથવા પાવડરનો આશરો લે છે. જેનાથી તેમને થોડા સમય માટે રાહત મળી શકે છે પરંતુ સમસ્યા એ જ રહે છે. જેના કારણે વ્યક્તિ ખરેખર હેરાન થાય છે. ઘણા યોગાસનો એવા છે જેના કરવાથી તમને કબજિયાતથી રાહત મળી શકે છે.

કબજિયાતની સમસ્યા બીજી ઘણી બીમારીઓને જન્મ આપી શકે છે. કબજિયાતથી રાહત મેળવવા માટે લોકો ઘણીવાર દવા અથવા પાવડરનો આશરો લે છે. જેનાથી તેમને થોડા સમય માટે રાહત મળી શકે છે પરંતુ સમસ્યા એ જ રહે છે. જેના કારણે વ્યક્તિનું પેટ સાફ રહેતું નથી અને તેને સમસ્યાઓ થવા લાગે છે. જો તમે પણ કબજિયાતની સમસ્યાથી પરેશાન છો, તો આ યોગાસનોને તમારી દિનચર્યામાં સામેલ કરો.

ત્રિકોણાસન: આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી તમારી પીઠ અને કરોડરજ્જુ પરથી દબાણ ઓછું થાય છે. આ ઉપરાંત આ આસન કરવાથી વ્યક્તિના પેટના સ્નાયુઓ અને ચેતા પર પણ દબાણ આવે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી વ્યક્તિ પેટની સમસ્યાઓમાંથી ઝડપથી રાહત મેળવી શકે છે.

ભુજંગાસન: કોબ્રા પોઝ અથવા ભુજંગાસન પાચનતંત્રની કામગીરી સુધારવા માટે અસરકારક અને ફાયદાકારક માનવામાં આવે છે. આ યોગ આસન પેટના સ્નાયુઓને મજબૂત બનાવે છે અને સમગ્ર પાચનતંત્રને સાફ કરવામાં મદદરૂપ થાય છે. કબજિયાત અને અપચોની સમસ્યાને દૂર કરવા માટે દરરોજ તેનો અભ્યાસ કરવાથી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

પવનમુક્તાસન: પવનમુક્તાસન આંતરડા પર દબાણ લાવીને રક્ત પરિભ્રમણને સુધારવાનું કામ કરે છે. તે પાચન સમસ્યાઓ દૂર કરવામાં અને આંતરડાની ગતિ સરળ બનાવવામાં અત્યંત અસરકારક છે. આ આસન પેટના પાચનતંત્રમાં બનતા બિનજરૂરી ગેસને દૂર કરવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ આસન સારા પાચન માટે શ્રેષ્ઠ છે. નબળી પાચનશક્તિથી પીડાતા દર્દીઓને ઘણીવાર પવનમુક્તાસન કરવાની સલાહ આપવામાં આવે છે.

બાલાસન: આ આસન કરતી વખતે વ્યક્તિ ગર્ભમાં ઉછરતા બાળક જેવો દેખાય છે. તે ચેતાને શાંત કરવા ઉપરાંત પેટના સ્નાયુઓને પણ મજબૂત બનાવે છે. આ આસન કરવાથી પાચનતંત્ર સુધરે છે અને આંતરડામાંથી સરળતાથી મળ ત્યાગ થાય છે. (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)
નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.
