AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yoga For breast: શું સ્તનપાન કરાવ્યા પછી બ્રેસ્ટ બેડોળ થઈ ગયા છે? યોગ કરીને સુંદર અને સુડોળ બનાવી શકો છો

Yoga For breast: કેટલીકવાર ઉંમર, ગર્ભાવસ્થા, સ્તનપાન, વજનમાં વધઘટ અથવા હોર્મોનલ ફેરફારોને કારણે બ્રેસ્ટ ઢીલા પડી શકે છે. ચાલો જાણીએ આવી કસરતો વિશે જે સ્તનોને ફરીથી મુળ સ્થિતિમાં લાવી શકે છે.

| Updated on: Jun 10, 2025 | 1:11 PM
બ્રેસ્ટ ઢીલા થવાના ઘણા કારણો હોઈ શકે છે. ખરેખર વધતી ઉંમર સાથે, સ્કીનની સ્થિતિસ્થાપકતા ઓછી થાય છે. આને કારણે બ્રેસ્ટ ઢીલા થવા લાગે છે. તેમજ ગર્ભાવસ્થા દરમિયાન અને સ્તનપાન પછી બ્રેસ્ટનું કદ બદલાઈ શકે છે. આ તેમની ત્વચાને પણ અસર કરે છે.

1 / 7
વજન વધવું કે ઘટવું પણ બ્રેસ્ટ પર અસર કરે છે. આ ઉપરાંત હોર્મોનલ ફેરફારો પણ બ્રેસ્ટમાં ઢીલાપણું લાવી શકે છે. એ નોંધવું યોગ્ય છે કે બ્રેસ્ટમાં ઢીલાપણું ખરાબ જીવનશૈલીને કારણે પણ જોવા મળે છે જેમ કે બિનઆરોગ્યપ્રદ આહાર, કસરતનો અભાવ અને ખરાબ મુદ્રા.

2 / 7
ઘણા સંશોધનોમાં જાણવા મળ્યું છે કે નિયમિત કસરત અને યોગ્ય જીવનશૈલીની મદદથી આ સમસ્યાને દૂર કરી શકાય છે. વાસ્તવમાં છાતીના સ્નાયુઓ (પેક્ટોરલ સ્નાયુઓ) ને મજબૂત બનાવતી કસરતો ઢીલા થયેલા બ્રેસ્ટને પોતાની મુળ સ્થિતિ લાવી શકે છે.

3 / 7
આ માટે પુશ-અપ્સ કરી શકાય છે. જે છાતી, ખભા અને હાથના સ્નાયુઓને મજબૂત કરવાનો સૌથી અસરકારક માર્ગ છે. આ કસરત સ્તનને ટેકો આપતા પેક્ટોરલ સ્નાયુઓને ટોન કરે છે, જે ઢીલાપણું ઘટાડે છે. તે જ સમયે વોલ પ્રેસ કસરત એવા લોકો માટે વધુ સારી છે જેઓ સરળતાથી પુશ-અપ્સ કરી શકતા નથી. આ કસરત છાતી અને હાથને મજબૂત બનાવે છે.

4 / 7
ડમ્બેલ ચેસ્ટ પ્રેસ એક્સરસાઇઝની મદદથી તમે છાતીના સ્નાયુઓને પણ ટોન કરી શકો છો. યોગમાં ભુજંગાસન છાતીનો વિકાસ અને સ્નાયુઓને મજબૂત બનાવવા માટે જાણીતું છે. આ કરવાથી સમસ્યાનો ઉકેલ પણ આવી શકે છે.

5 / 7
તેમજ ગોમુખાસન છાતી અને ખભા મજબૂત મદદ કરે છે, જે સ્તનોની ઢીલાપણું ઘટાડે છે.

6 / 7
બ્રેસ્ટના વિકાસ થાય અને મુળ સ્થિતિમાં પાછા આવી શકે એ માટે તમે ઉષ્ટ્રાસનની પણ મદદ લઈ શકો છો. જે બ્રેસ્ટના સ્નાયુઓને કસરત આપે છે અને વિકાસ કરવામાં મદદ કરે છે. તેમજ ઢીલાશપણું અટકાવે છે. તેની સાથે કમર અને હાથના સ્નાયુઓ પણ મજબૂત બને છે. બ્રેસ્ટના વિકાસ અને ટોનિંગ માટે એસ્ટ્રોજન હોર્મોન ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં પપૈયા, સફરજન અને અળસીના બીજ વગેરેનું સેવન કરવું જોઈએ. આ ઉપરાંત બદામ, ઓલિવ અથવા નારિયેળ તેલથી નિયમિત માલિશ કરવાથી રક્ત પ્રવાહ સુધરે છે. આ ઉપરાંત સપોર્ટિવ બ્રા પહેરવાથી સ્તનને ટેકો મળે છે અને ઢીલાપણું ઓછું થાય છે.  (Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે. યોગ કરવા માટે પહેલા શરીર ફ્લેક્સિબલ હોવું જરુરી છે તેમજ કોઈ નિષ્ણાંતની સલાહ લઈને યોગ કરી શકાય.)

7 / 7

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">