આ કંપનીએ તેના શેર પ્રાઈઝના 10 ટકા ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત, જાણો શેરનો ભાવ
સામાન્ય રીતે કંપની દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા કરે છે અને કંપની તેના ઇક્વિટી શેરહોલ્ડર્સને ઓડિટ કરેલ નાણાંકીય વર્ષના નાણાંકીય સ્ટેટમેન્ટ પ્રસ્તુત કરે છે.તે ઉપરાંત કંપની ડિવિડન્ડ આપવાનો એક દર પણ નક્કી કરે છે. હાલમાં એક કંપનીએ આ જ રીતે તેના શેર પ્રાઇઝના 10 ટકાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.

Xchanging Solutions Limited એ 13 ફેબ્રુઆરીએ યોજેલી બોર્ડની બેઠકમાં ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. આ કંપનીની ફેસ વેલ્યુ 10 રુપિયા છે અને તેનું માર્કેટ કેપિટલ 1,692 કરોડ રુપિયા છે.

એક્સચેન્જિંગ સોલ્યુશન્સ લિમિટેડ ભારતની સાથે એક IT સેવા પ્રદાન કરતી કંપની છે અને અમેરિકા, સિંગાપોર અને યુકેમાં સહાયક કંપનીઓના માધ્યમથી આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઓળખ ઉભી કરી રહી છે.

આ કંપનીના શેરનો ભાવ હાલ 150 રુપિયાથી વધુ છે, ત્યારે કંપનીએ તેના શેર પ્રાઇઝના 10 ટકા એટલે 15 રુપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી દીધી છે.

કંપની દ્વારા આ 15 રુપિયાનું વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યુ છે. જે બીજુ વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરાયુ છે.

આ પહેલા પણ Xchanging Solutions Limited વચગાળાનું ડિવિડન્ડ જાહેર કરવામાં આવ્યુ છે. તે સમયે પણ 15 રુપિયાનું જ ડિવિડન્ડ આપવામાં આવ્યુ હતુ.