Gold News: સોનામાં આવશે ઐતિહાસિક વધારો? ટ્રમ્પના ખોટા નિર્ણયોના કારણે ફરી મોંઘુ થશે સોનું !
ટ્રમ્પના સંભવિત કર ઘટાડાને કારણે વૈશ્વિક નાણાકીય બજારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નિષ્ણાતો માને છે કે આ નાણાકીય દબાણની સીધી અસર સોનાના બજાર પર પડી શકે છે

અમેરિકામાં સતત વધી રહેલા સરકારી દેવા અને ટ્રમ્પના સંભવિત કર ઘટાડાને કારણે વૈશ્વિક નાણાકીય બજારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. નિષ્ણાતો માને છે કે આ નાણાકીય દબાણની સીધી અસર સોનાના બજાર પર પડી શકે છે, જ્યાં આગામી મહિનાઓમાં ભાવ વધવાની શક્યતા છે.

ટ્રમ્પની ટેક્સ કટ નીતિ સરકારની કર આવકમાં ઘટાડો કરશે, જ્યારે ખર્ચમાં વધારો થશે. આનાથી અમેરિકાની બજેટ ખાધ(loss) વધુ વધશે. ઐતિહાસિક રીતે, જ્યારે ડોલર નબળો પડે છે, ત્યારે રોકાણકારો સોના જેવા સલામત વિકલ્પો તરફ વળે છે. આવી સ્થિતિમાં, સોનાની માંગમાં વધારો થવાની સંભાવના છે.

બજેટ ખાધમાં વધારો થવાના કિસ્સામાં, ફેડરલ રિઝર્વને વધુ નાણાં પૂરા પાડવા પડી શકે છે, જે અમેરિકામાં ફુગાવો વધારી શકે છે. આવા સમયે, સોનું "Inflation Hedge" તરીકે કામ કરે છે અને રોકાણકારો તેને તેમના પોર્ટફોલિયોમાં સમાવે છે. પરિણામે સોનાના ભાવ વધે છે.

જોકે, જ્યારે સરકાર ખાધ(loss)ને પહોંચી વળવા માટે વધુ બોન્ડ જારી કરે છે, ત્યારે તેની બોન્ડ યીલ્ડ પણ વધશે. સામાન્ય રીતે, જ્યારે યીલ્ડ વધે છે, ત્યારે સોના પર દબાણ હોય છે કારણ કે સોનું વ્યાજ ચૂકવતું નથી. પરંતુ જો બોન્ડ યીલ્ડમાં વધારો ફુગાવાના ભયને કારણે થાય છે, તો તે સોના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

જો યુએસ દેવું અને બજેટ ખાધની સ્થિતિ વધુ પડતી બગડે છે, તો ફિચ, મૂડીઝ જેવી વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અમેરિકાનું ક્રેડિટ રેટિંગ ઘટાડી શકે છે. આવી ઘટના 2023 માં પહેલાથી જ જોવા મળી ચૂકી છે. ક્રેડિટ રેટિંગમાં ઘટાડો બજારમાં જોખમ ધારણા વધારે છે અને રોકાણકારો સોના તરફ ધસી આવે છે.

વર્તમાન પરિસ્થિતિને જોતાં, સ્પષ્ટ છે કે યુએસમાં દેવાનું દબાણ અને બજેટ ખાધમાં વધારો સોનાના ભાવને નવી ઊંચાઈએ લઈ જઈ શકે છે. જો રોકાણકારો સલામત વિકલ્પો પર નજર રાખી રહ્યા હોય, તો સોનું ચોક્કસપણે તેમની યાદીમાં ટોચ પર હોઈ શકે છે.
ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો
