દિવાળી 2023 : ભારત દેશના આ રાજ્યમાં નથી ઉજવાતી દિવાળી, કારણ પણ જાણો
દેશભરમાં લોકો દિવાળીની તૈયારીઓ એક મહિના અગાઉથી જ શરૂ કરી દે છે. ઘરમાં કલર કરાવવો હોય કે સજાવટ કરવાની હોય આ તહેવારને લઈને એક અલગ જ ઉત્સાહિત હોય છે, પરંતુ જો એવું કહેવામાં આવે કે ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં દિવાળીની ઉજવણી નથી થતી. તો તમને વિશ્વાસ પણ નહીં આવે.

દિવાળીનો તહેવાર ભગવાન રામ સાથે જોડાયેલો છે. જ્યારે 14 વર્ષના વનવાસ પછી અયોધ્યા પાછા ફર્યા ત્યારે અહીંના લોકોએ ઘીના દીવા પ્રગટાવા અને રંગોળીઓ કરી હતી અને ત્યારથી દિવાળી મનાવવામાં આવે છે, પરંતુ ભારતમાં એક એવું રાજ્ય છે જ્યાં લોકો દિવાળીની ઉજવણી કરતા નથી અથવા તો બહુ ઓછા પ્રમાણમાં લોકો આ તહેવારની ઉજવણી કરે છે.

ખુશીઓ અને પ્રકાશનો આ તહેવાર દિવાળી આ વખતે 12મી નવેમ્બરે દેશભરમાં ઉજવવામાં આવશે અને આ સમયે બજારોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહી છે. અત્યારે આપણે વાત કરીએ કે એવું કયું રાજ્ય છે જ્યાં દિવાળીની ઉજવણી થતી નથી.

જો તમે ઉત્તર ભારતના રહેવાસી હોય અથવા તો ગુજરાતના બાજુના રહેવાસી હોય તો તમે બાળપણથી જ દરેક જગ્યાએ દિવાળીની ઉજવણી જોઈ હશે અને તમે પોતે પણ દિવાળીને લઈને ઉત્સાહિત હશો. પરંતુ દક્ષિણ ભારતમાં દિવાળીનો તહેવાર ઉજવવામાં આવતો નથી અથવા તો તેને ખૂબ ઓછી જગ્યાએ સેલિબ્રેટ કરવામાં આવે છે.

વાસ્તવમાં દક્ષિણ ભારતમાં દિવાળી ન ઉજવવા પાછળની પૌરાણિક માન્યતા રહેલી છે. કથા મુજબ એવું છે કે રાક્ષસ રાજા બલિએ સમગ્ર દક્ષિણ ભારતમાં શાસન કર્યું અને તેણે મહાબલીપુરમને અહીંની રાજધાની બનાવી હતી. રાક્ષસ પ્રજાતિના હોવા છતાં બલી રાજા ખૂબ જ સેવાભાવી હતા. લોકો તેમની પૂજા કરતા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજા બલીનો પરાજય થયો હતો અને તેથી જ કેરળમાં દિવાળીની ઉજવણી કરવામાં આવતી નથી.

દક્ષિણ ભારતમાં ઓણમનો તહેવાર રાજા બલિની યાદમાં ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે રાજા બલી પોતાના લોકોને મળવા માટે આવે છે. એટલા માટે લોકો તેમના ઘરને ફૂલોથી શણગારે છે. ફૂલોની રંગોળી બનાવે છે અને આ તહેવાર ઉજવે છે.
Latest News Updates

































































