AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Benefits of Crying: મનમાં ભાર છે? એકવાર મન ભરીને રડી લો, જાણો રડવાથી મન અને શરીરને થતા ફાયદા

શું તમને લાગે છે કે રડવું માત્ર નબળાઈની નિશાની છે? હકીકત જાણશો તો કદાચ આજથી તમારી વિચારવાની રીત જ બદલાઈ જશે.

| Updated on: Aug 08, 2026 | 3:49 PM
Share
આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની લાગણીઓ છુપાવીને હંમેશા મજબૂત દેખાવાનો પ્રયાસ કરે છે. નાનપણથી જ આપણને કહેવામાં આવે છે કે રડવું ન જોઈએ અને હિંમત રાખવી જોઈએ. પરંતુ હકીકતમાં રડવું કોઈ નબળાઈ નથી. જો મનમાં ખૂબ દુઃખ કે તણાવ હોય અને તમે એકાંતમાં મન હળવું કરીને રડો, તો તે મનનો ભાર ઓછો કરવામાં મદદ કરે છે. ઘણા અભ્યાસો પણ સૂચવે છે કે આ રીતે લાગણીઓ વ્યક્ત કરવાથી મનને શાંતિ મળે છે અને માનસિક સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર પડે છે.

1 / 8
કેટલાક સંશોધનો અનુસાર, રડવાથી શરીર અને મનને શાંતિ મળવામાં મદદ મળે છે. રડતી વખતે શરીરની પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ (PNS) વધુ સક્રિય બને છે, જે શરીરને આરામ આપવાનું અને તણાવ ઘટાડવાનું કામ કરે છે. ઘણા માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, રડવું લાગણીઓને બહાર કાઢવાની એક કુદરતી પ્રક્રિયા છે, જે મનને હળવું બનાવે છે.

2 / 8
જેમ પરસેવો આવવાથી શરીરની કેટલીક અશુદ્ધિઓ બહાર નીકળે છે, તેવી જ રીતે રડવાથી મનનો ભાર હળવો થવામાં મદદ મળે છે. તણાવ દરમિયાન શરીરમાં કોર્ટિસોલ જેવા સ્ટ્રેસ હોર્મોનનું સ્તર વધી શકે છે. રડવાથી લાગણીઓ વ્યક્ત થાય છે, જેના કારણે તણાવ ઓછો અનુભવાય છે અને મનને હળવાશ તથા શાંતિનો અનુભવ થઈ શકે છે.

3 / 8
શું તમે ક્યારેય અનુભવ્યું છે કે મન ભરીને રડી લીધા પછી અંદરથી શાંતિ અનુભવાય છે અને ઊંઘ પણ સારી આવે છે? રડતી વખતે શરીરમાં ઓક્સીટોસિન અને એન્ડોર્ફિન જેવા રસાયણો મુક્ત થાય છે. આ રસાયણો શરીરને આરામ આપવામાં, દુખાવાની લાગણી ઓછી કરવામાં અને મનનો મૂડ સુધારવામાં મદદરૂપ બને છે.

4 / 8
લાગણીઓને લાંબા સમય સુધી મનમાં દબાવી રાખવી યોગ્ય નથી. જો વ્યક્તિ પોતાની લાગણીઓ વ્યક્ત ન કરે, તો તણાવ અને માનસિક ભાર વધી શકે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ, લાગણીઓ સતત દબાવી રાખવાથી ચિંતા, ડિપ્રેશન અને અન્ય સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનું જોખમ વધી શકે છે. તેથી, યોગ્ય સમયે પોતાની લાગણીઓ વ્યક્ત કરવી અને મન હળવું કરવું માનસિક સ્વાસ્થ્ય માટે લાભદાયક માનવામાં આવે છે.

5 / 8
જ્યારે મનમાં ઘણી લાગણીઓ અને તણાવ ભરાઈ જાય છે, ત્યારે યોગ્ય નિર્ણય લેવામાં મુશ્કેલી પડી શકે છે. પરંતુ મન હળવું થયા પછી શાંતિનો અનુભવ થાય છે અને વિચારો વધુ સ્પષ્ટ બને છે. શાંત મનથી વ્યક્તિ પરિસ્થિતિને સારી રીતે સમજી શકે છે અને સમસ્યાનો યોગ્ય ઉકેલ શોધવામાં વધુ સક્ષમ બને છે.

6 / 8
રડવું કોઈ નબળાઈની નિશાની નથી, પરંતુ પોતાની લાગણીઓને ખુલ્લેઆમ સ્વીકારવાની અને વ્યક્ત કરવાની એક સ્વાભાવિક રીત છે. સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યક્તિને દુઃખ, તણાવ અથવા ભાવુકતા અનુભવવાનો અધિકાર છે. તેથી, માત્ર પુરુષ હોવાથી રડવું ખોટું છે એવી માન્યતા યોગ્ય નથી. જરૂર પડે ત્યારે લાગણીઓ વ્યક્ત કરવી માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે.

7 / 8
જો તમને વારંવાર નાની-નાની વાતોમાં ગુસ્સો આવે, રાત્રે સારી ઊંઘ ન આવે અથવા કોઈ ખાસ કારણ વગર ઉદાસી અનુભવાય, તો તે વધતા તણાવ અથવા ભાવનાત્મક થાકના સંકેત હોઈ શકે છે. આવી સ્થિતિમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરવી અને નજીકના વ્યક્તિ સાથે વાત કરવી મદદરૂપ બની શકે છે. પરંતુ જો લાંબા સમય સુધી સતત ઉદાસી રહે, વારંવાર રડવું આવે અથવા જીવન પ્રત્યે નિરાશા અનુભવાય, તો વિલંબ કર્યા વગર માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાત અથવા કાઉન્સેલરની સલાહ લેવી જરૂરી છે. ( નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી પબ્લિક ડોમેન પરથી લેવામાં આવી છે, જે ફક્ત તમારી જાણકારી માટે છે.)

8 / 8

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Follow Us
માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

અમરેલીમાં દીપડાનો ભય: રહેણાંક વિસ્તારોમાં સતત લટારથી લોકોમાં ફફડાટ

આઝાદી બાદ દેશનું શિક્ષણ કેવુ હશે તે ગુજરાત વિદ્યાપીઠે નક્કી કર્યું હતુ

g clip-path="url(#clip0_868_265)">