Who is Lawrence Bishnoi : કોણ છે ખુંખાર ગુનેગાર લોરેન્સ બિશ્નોઈ, જેને સલમાન ખાનને આપી હતી ધમકી

Who is Lawrence Bishnoi : લોરેન્સ બિશ્નોઈની પાછળ ઘણા ગેંગસ્ટરના ચહેરા છુપાયેલા છે. તેણે જગ્ગુ પાસેથી પૈસા વડે સત્તા કેવી રીતે મેળવી શકાય તેની કળા શીખી અને અન્ય ગુંડાઓ સાથે જોડાઈને તેણે હથિયારોની મદદથી ખંડણીનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાવ્યું. આ જ કારણસર આજે જેલમાં હોવા છતાં તે દેશમાં તેના ફેલાયેલા નેટવર્કના આધારે ગુંડાગીરી આચરવામાં સક્ષમ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 21, 2023 | 2:10 PM
લોરેન્સ બિશ્નોઈના પિતાની વાત કરીએ તો તેના પિતા હરિયાણા પોલીસમાં પોલીસ કોન્સ્ટેબલ હતા. તેમણે 1997માં પોલીસ ફોર્સ છોડી દીધી અને ખેતરમાં ખેતી કરવા લાગ્યા. લોરેન્સ 2011માં પંજાબ યુનિવર્સિટી કેમ્પસ સ્ટુડન્ટ્સ કાઉન્સિલમાં જોડાયો, જ્યાં તે અન્ય ગેંગસ્ટર ગોલ્ડી બરાર (અસલ નામ સતીન્દર સિંહ)ને મળ્યો હતો. તેને પંજાબ યુનિવર્સિટીમાંથી એલએલબી (LLB) પૂર્ણ કર્યુ.

1 / 8

બાળપણનો અભ્યાસ ફાઝિલકામાં થયો હતો. તે પછી લોરેન્સ કોલેજના અભ્યાસ માટે ચંદીગઢ આવ્યા જ્યાં તેમણે ડીએવી કોલેજમાં એડમિશન લીધું. જ્યાંથી તે ગુનાની દુનિયામાં પ્રવેશ કરે છે. લોરેન્સનું વ્યક્તિત્વ સારું હતું, તે દેખાવમાં સ્માર્ટ હતો અને તેની પાસે પૈસા પણ હતા, તેથી મિત્રોએ તેને ચૂંટણી લડવા માટે પ્રોત્સાહિત કર્યો.

2 / 8
લોરેન્સે ચૂંટણી લડવા માટે સ્ટુડન્ટ ઓર્ગેનાઈઝેશન ઓફ પંજાબ યુનિવર્સિટી (SOPU) નામનું સંગઠન બનાવ્યું અને તેના બેનર હેઠળ તેણે વિદ્યાર્થી સંઘની ચૂંટણી લડી. તેણે જીતવા માટે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ તે ચૂંટણી હારી ગયો.

3 / 8
પોતાની હાર સહન કરવામાં અસમર્થ, તેણે રિવોલ્વર ખરીદી અને પોતાની હારનો બદલો લેવા ચૂંટણી જીતનારી ટીમ સામે લડવાનું મન બનાવી લીધું.

4 / 8
2011 માં લોરેન્સ ઉદય જૂથ સાથે સામસામે આવ્યા જે ચૂંટણી જીત્યા હતા અને જ્યારે બંને વચ્ચે અથડામણ થઈ, ત્યારે લોરેન્સે ગોળીબાર કર્યો અને મામલો પોલીસ સુધી પહોંચ્યો, પછી આ જૂથવાદને કારણે, તેમની સામે પ્રથમ કેસ નોંધવામાં આવ્યો.

5 / 8

આ પછી તેણે બીજા જૂથને પાઠ ભણાવવા માટે એક મોટા ગેંગસ્ટર સાથે હાથ મિલાવ્યા. લોરેન્સ સામે અત્યાર સુધીમાં લગભગ 50 કેસ નોંધાયા છે.

6 / 8
લોરેન્સ બિશ્નોઈએ જેની સાથે હાથ મિલાવ્યા તે મોટા ગેંગસ્ટરનું નામ જગ્ગુ ભગવાનપુરી છે, આ એક કુખ્યાત ગેંગસ્ટર છે અને કહેવાય છે કે લોરેન્સનો મેન્ટર જગ્ગુ ભગવાનપુરી છે જેણે તેને ગુનાની દુનિયાની તમામ યુક્તિઓ શીખવી હતી.

7 / 8
લોરેન્સ બિશ્નોઈ સલમાન ખાનને પણ ધમકી આપી ચૂક્યો છે અને સિદ્ધુ મુસેવાલાની હત્યા કેસમાં પણ સામેલ છે.

8 / 8

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">