Israel New : છે આવી હિમ્મત ! કોણ છે અમેરિકાની મોડલ બેલા હદીદ ? જે ઈઝરાયેલના સુરક્ષા મંત્રીની સામે જ પડી, જુઓ PHOTOS
અમેરિકન સુપર મોડલ બેલા હદીદ અને ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગાવીર વચ્ચેની બોલાચાલી એ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. ખરેખર ઇઝરાયેલ અને પેલેસ્ટાઇનની જેમ એકબીજા સાથે લડતા રહે છે એ જ રીતે તેમના સમર્થકો પણ લડતા રહે છે. લોકપ્રિય મોડલ બેલા સોશિયલ મીડિયા પર ઈઝરાયલની ટીકા કરતી રહે છે જોકે તે પોતે પેલેસ્ટાઈનની છે. તેના પિતા પેલેસ્ટિનિયન નાગરિક છે. હાલમાં જ તેમણે સુરક્ષા મંત્રીના એક નિવેદનને જાતિવાદી ગણાવ્યું હતું, જે બાદ મામલો ગરમાયો હતો.

અમેરિકન સુપર મોડલ બેલા હદીદ પેલેસ્ટાઈનની છે. તેના પિતા પેલેસ્ટિનિયન નાગરિક છે. તે લાંબા સમયથી પેલેસ્ટાઈના મુદ્દાને લઈ વિરોધ પ્રદર્શનોમાં પણ ભાગ લઈ રહી છે.

બેલા હદીદ એક અમેરિકન સુપરમોડેલ છે અને તેના Instagram પર લગભગ 60 મિલિયન ફોલોઅર્સ છે. તે વિશ્વભરની તમામ મોટી બ્રાન્ડ્સ માટે કામ કરી રહી છે. (Social Media)

અમેરિકન મોડલ બેલા હદીદે ઈઝરાયેલના સુરક્ષા મંત્રીના નિવેદનને જાતિવાદી ગણાવ્યું છે. (Social Media)

લોકપ્રિય મોડલ બેલા હદીદ સોશિયલ મીડિયા પર તેના ખાસ વલણ માટે જાણીતી છે. (Social Media)

ઈઝરાયેલના રાષ્ટ્રીય સુરક્ષા મંત્રી બેન ગાવિરે બેલા હદીદના નિવેદનને નફરતી ગણાવ્યું છે. (Social Media)

આ મામલો પશ્ચિમ ઇઝરાયલી વસાહતોની આસપાસના પ્રવાસ પ્રતિબંધો સાથે સંબંધિત છે અને આ માટે પેલેસ્ટાઇનના નાગરિકો લાંબા સમયથી પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. (Social Media)