વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ છેલ્લા 15 વર્ષથી આઈપીએલનું ટાઈટલ જીતી શકી નથી. તેમને લઈને સોશિયલ મીડિયા પર અનેક મીમ્સ વાયરલ થતા હોય છે. પણ આજ સોશિયલ મીડિયા પર વિરાટ કોહલી અને તેની ટીમ ચેમ્પિયન છે.
છેલ્લી 15 સિઝનથી ટ્રોફી વગર રહેનાર બેંગ્લોરની ટીમ આ વર્ષે પણ ટ્રોફી વિહોણી રહી છે. પણ આઈપીએલ 2023માંથી બહાર થતાની સાથે જ વિરાટ કોહલી અને રોયલ ચેલેન્જર્સની ટીમ લોકપ્રિયતાના મામલે ચેમ્પિયન બન્યા છે.
1 / 5
વિરાટ કોહલી ઈન્સ્ટાગ્રામ પર 250 મિલિયન ફોલોવર્સ ધરાવતો દુનિયાનો ત્રીજો એથલેટ બન્યો છે. તે 250 મિલિયન ફોલોવર્સ ધરાવતો પહેલો એશિયન બન્યો છે.
2 / 5
વિરાટ કોહલી એશિયા અને ભારતનો સૌથી લોકપ્રિય વ્યક્તિ અને એથલેટ બન્યો છે. લાંબા સમય બાદ તે પોતાના આક્રમક ફોર્મમાં પરત ફર્યો છે.
3 / 5
સૌથી વધારે ફોલોવર્સ ધરાવતા એથલેટ્સ - ક્રિસ્ટિયાનો રોનાલ્ડો - 585 મિલિયન,લિયોનેલ મેસ્સી - 464 મિલિયન, ડ્વેન જોનસન - 380 મિલિયન
4 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ ઈન્સ્ટાગ્રામ પર 11 મિલિયન ફોલોવર્સ ધરાવે છે. બેંગ્લોરની ટીમ સૌથી લોકપ્રિય ટીમમાંથી એક બની છે.