AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PHOTOS : હવે નવા રંગમાં જોવા મળશે વંદે ભારત એક્સપ્રેસ, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે બતાવી ઝલક

Vande Bharat Train: કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) ની મુલાકાત લીધી અને વંદે ભારત ટ્રેનના નવા રૂપનું અનાવરણ કર્યું. જુઓ વંદે ભારત ટ્રેનનો નવો લૂક...

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 9:50 PM
Share
વંદે ભારત એક્સપ્રેસ હવે નવી કલર સ્કીમમાં જોવા મળશે. આજે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશને તેની પ્રથમ ઝલક બતાવી. તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર નવા વંદે ભારતની ઘણી તસવીરો શેર કરી છે. રેલ્વે મંત્રી ચેન્નાઈમાં ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં પહોંચ્યા હતા.

1 / 5
નવા સ્વરૂપમાં, વંદે ભારત નારંગી, સફેદ અને કાળા રંગોના સંયોજનમાં જોવા મળશે. અત્યારે આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનનો રંગ વાદળી અને સફેદ છે.રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે અત્યાર સુધી વંદે ભારત ટ્રેનમાં 25 થી વધુ સુધારા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે રેલ્વે મંત્રાલયે નવા ફેરફારોમાં ફીલ્ડ એકમો પાસેથી મળેલા તમામ ઇનપુટ્સનો સમાવેશ કર્યો છે.

2 / 5
 રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે તમામ એક્ઝિક્યુટિવ ક્લાસ તેમજ એસી ચેર કારના ભાવમાં 25 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે. વંદે ભારત પણ આ નવી અમલીકરણ યોજનાનો એક ભાગ હતો. લાગુ કરવામાં આવેલા રાહત ભાડા અંગે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ રાહત કોઈ નવો સુધારો નથી અને તે ઘણા વર્ષો પહેલાથી લાગુ છે.

3 / 5
 કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ટૂંક સમયમાં એક ટ્રેન શરૂ કરવામાં આવશે જે તમામ હેરિટેજ રૂટ પરથી પસાર થશે. આ ટ્રેનોને હેરિટેજ સ્પેશિયલ નામ આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં આવી વધુ ટ્રેનો ઉમેરવામાં આવશે. આ ટ્રેનની ખાસિયત એ હશે કે તેને સ્ટીમ એન્જિનની મદદથી બનાવવામાં આવશે.

4 / 5
આગામી મહિનાઓમાં પ્રવાસીઓ માટે ઉપલબ્ધ કરાવતા પહેલા લાંબા હેરિટેજ રૂટ પર આ ટ્રેનનું સૌપ્રથમ નિરીક્ષણ કરવામાં આવશે.

5 / 5
g clip-path="url(#clip0_868_265)">