AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM મોદીનો ઝાલમુરી પ્રેમ ચર્ચામાં, ભેળપૂરીથી ઝાલમુરી સુધી, જાણો ભારતમાં કયા ઝાલમુરીનો વર્ઝન છે પ્રખ્યાત

ભારતમાં ભેળપૂરીના વિવિધ સ્વાદો વચ્ચે બંગાળની ઝાલમુરી ખાસ ઓળખ ધરાવે છે. ચૂંટણી દરમિયાન PM Modi એ તેનો સ્વાદ માણતા આ સ્ટ્રીટ ફૂડ ચર્ચામાં આવ્યું.

| Updated on: Apr 22, 2026 | 8:19 AM
Share
તાજેતરમાં ચૂંટણી પ્રચાર દરમિયાન પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ઝાલમુરીનો સ્વાદ માણ્યો હતો. તેમની આ સરળ અને લોકપ્રિય વાનગી સાથેની ક્ષણોએ લોકોમાં ખાસ ઉત્સુકતા જગાવી છે. આ ઘટના પછી ઝાલમુરી ફરી ચર્ચાનો વિષય બની ગઈ છે અને સોશિયલ મીડિયા પર પણ તેની ચર્ચા વધી છે. (Image Credit Source: Social Media)

1 / 13
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઝાલમુરીની રીલ્સએ 100 મિલ્યન પ્લસ વ્યૂ ક્રોસ કરી લીધા છે, જ્યારે x પર પણ ઝાલમુરી શબ્દ ટ્રેન્ડ થઈ રહ્યો છે. (Image Credit Source: Social Media)

2 / 13
પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં ઝાલમુરીનો સ્વાદ માણતો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. PMના ટ્રેન્ડમાં રહેવાના પાછળનું મુખ્ય કારણ તેમની જાહેર ઉપસ્થિતિ, ચૂંટણી પ્રચાર દરમિયાન જોવા મળતી ઉત્સાહભરી અને પબ્લિક ઇવેન્ટ્સ, તેમજ કન્ટેન્ટ ક્રિએટર્સ સાથેનો સીધો અને રસપ્રદ સંવાદ છે. તેઓ લોકો સાથે જોડાવા માટે આધુનિક ડિજિટલ પ્લેટફોર્મ્સનો સક્રિય ઉપયોગ કરે છે, જેના કારણે તેમની દરેક પ્રવૃત્તિ ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે અને વ્યાપક ચર્ચાનો વિષય બને છે.(Image Credit Source: Social Media)

3 / 13
ભારતનું સ્ટ્રીટ ફૂડ તેની વિવિધતા અને સ્વાદ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેમાં ભેળપૂરી એક એવી વાનગી છે જે દેશના લગભગ દરેક ખૂણામાં અલગ અંદાજમાં બનાવવામાં આવે છે. ભેળપૂરીનું મુખ્ય ઘટક મમરા (પફ્ડ રાઈસ) હોય છે, પરંતુ તેમાં ઉમેરાતી ચટણીઓ, મસાલા અને અન્ય સામગ્રી તેને દરેક જગ્યાએ અનોખી બનાવે છે. (Image Credit Source: Social Media)

4 / 13
મુંબઈમાં મળતી ભેળ ખૂબ જ લોકપ્રિય છે, જેમાં આંબલીની ખાટી-મીઠી ચટણી, લીલી મરચાની તીખી ચટણી અને ક્યારેક લસણની લાલ ચટણી ઉમેરવામાં આવે છે. તેના વિરુદ્ધ “સુખા ભેળ” વધુ ક્રિસ્પી હોય છે, જેમાં લિક્વિડ ચટણી ઓછી અને સુકા મસાલાનો વધારે ઉપયોગ થાય છે. (Image Credit Source: Social Media)

5 / 13
પૂર્વ ભારતની 'ઝાલમુરી' ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ખુબ જ પ્રસિદ્ધ છે. તેમાં સરસવનું તેલ, ડુંગળી, લીલા મરચાં અને મસાલા ઉમેરાતા તેનો સ્વાદ તીખો અને ચટપટો બને છે. (Image Credit Source: Social Media)

6 / 13
દક્ષિણ ભારતમાં 'ચુરુમુરી' અથવા 'મંડક્કી' તરીકે ઓળખાતી ભેળમાં કાચા કેરી, ગાજર અને ચણાનો ઉપયોગ થાય છે, જે તેને ફ્રેશ ટેસ્ટ આપે છે. (Image Credit Source: Social Media)

7 / 13
આધુનિક સમયમાં ભેળપૂરીમાં પણ નવીનતા જોવા મળે છે. 'કોર્ન ભેળ' સ્વાસ્થ્યપ્રેમીઓ માટે સારી પસંદગી છે, જેમાં મમરાની જગ્યાએ સ્વીટ કોર્નનો ઉપયોગ થાય છે. (Image Credit Source: Social Media)

8 / 13
'ચાઇનીઝ ભેળ' ફ્યુઝન ફૂડનું ઉત્તમ ઉદાહરણ છે, જેમાં ફ્રાઇડ નૂડલ્સ, શાકભાજી અને સોયા સોસનો ઉપયોગ થાય છે. (Image Credit Source: Social Media)

9 / 13
દહીં ભેળમાં સ્વીટ કર્ડ ઉમેરવાથી તેનો સ્વાદ મીઠો અને ચટપાટો બને છે. (Image Credit Source: Social Media)

10 / 13
કેટલાક લોકો માટે 'જૈન ભેળ' પણ ઉપલબ્ધ છે, જેમાં ડુંગળી અને બટાકાનો ઉપયોગ થતો નથી. (Image Credit Source: Social Media)

11 / 13
 હાલના સમયમાં કુરકુરે ભેળ જેવી ઇનોવેટિવ વેરાયટી પણ લોકપ્રિય બની રહી છે. (Image Credit Source: Social Media)

12 / 13
આ રીતે, ભેળપૂરી માત્ર એક નાસ્તો નથી, પરંતુ તે ભારતની ખાદ્ય સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. દરેક પ્રદેશમાં તેના સ્વાદ અને બનાવટમાં ફેરફાર જોવા મળે છે, જે તેને વધુ રસપ્રદ અને લોકપ્રિય બનાવે છે. (Image Credit Source: Social Media)

13 / 13

21 એપ્રિલના મહત્વના સમાચાર : આડા સંબંધમાં અડચણરૂપ થતા ભત્રીજાએ મોટાબાપુની ગોળી મારીને કરી હત્યા

Follow Us
અમદાવાદ: નવા બનેલા રોડ પર 24 કલાકમાં ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ

ભુજ ગૌરવ પથ બ્યુટીફિકેશન ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ ચીફ ઓફિસરની સ્પષ્ટતા

સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ

દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video

રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !

GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા

વડોદરાના કાઉન્સિલર આશિષ જોશીની ધરપકડ મામલે પોલીસની કામગીરી સામે સવાલ

નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ-Video

ઓનલાઈન વસતી ગણતરી શરૂ, હર્ષ સંઘવીની ખાસ અપીલ

પેટ્રોલ ડીઝલના ભાવ વધતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો

g clip-path="url(#clip0_868_265)">