AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips : આ ખોરાક ખાધા પછી પાણી ન પીતા, સીધા હોસ્પિટલ ભેગા થશો…!

અમુક ચોક્કસ ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાની હાનિકારક સાબિત થઈ શકે છે. આ કારણે અનેક સમસ્યાઓ થય છે. જેના કારણે દાંત અને ગળાને પણ નુકસાન થઈ શકે છે.

| Updated on: May 18, 2026 | 3:36 PM
Share
અમુક ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવાની આદત આપણા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ખાસ કરીને આજની બદલાતી જીવનશૈલી અને અનિયમિત ખાવા-પીવાની આદતોને કારણે લોકો ઘણીવાર એવી ભૂલો કરી બેસે છે, જે પાચનતંત્ર પર ખરાબ અસર કરે છે. મસાલેદાર, મીઠો અથવા ખારો ખોરાક ખાધા પછી તરત જ પાણી પીવું સામાન્ય લાગતું હોય છે, પરંતુ આરોગ્ય નિષ્ણાતો તેને ટાળવાની સલાહ આપે છે.

1 / 8
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, કેટલાક ખોરાક એવા હોય છે કે જેને ખાધા બાદ તરત જ પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી શકે છે. એટલું જ નહીં, ગેસ, અપચો, પેટ ફૂલવું અને અન્ય તકલીફો પણ થઈ શકે છે. યોગ્ય સમયે પાણી પીવાથી શરીર પોષક તત્વોને સારી રીતે શોષી શકે છે અને પાચનતંત્ર પણ સ્વસ્થ રહે છે.

2 / 8
ઉનાળામાં લોકો તરબૂચ જેવા ફળોનું વધુ પ્રમાણમાં સેવન કરે છે. આ ફળોમાં પહેલેથી જ લગભગ 90 ટકા જેટલું પાણી હોય છે. આવા ફળો ખાધા પછી તરત પાણી પીવાથી પેટનું એસિડ પાતળું થઈ જાય છે, જેના કારણે પાચન ધીમું પડે છે. પરિણામે પેટ ફૂલવું, ગેસ અથવા ઝાડા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

3 / 8
ઘણા લોકોને ગરમ ચા અથવા કોફી પીધા પછી તરત જ ઠંડું પાણી પીવાની આદત હોય છે. પરંતુ આ આદત દાંત માટે હાનિકારક બની શકે છે. ગરમ અને ઠંડા તાપમાનના અચાનક ફેરફારથી દાંતનો મીનો નબળો પડી શકે છે. સાથે જ ગળામાં દુખાવો, શરદી અથવા ઉધરસ જેવી તકલીફો પણ થઈ શકે છે.

4 / 8
મગફળી ખાધા પછી તરત પાણી પીવું પણ યોગ્ય માનવામાં આવતું નથી. મગફળીમાં કુદરતી તેલનું પ્રમાણ વધુ હોય છે અને તરત પાણી પીવાથી ગળામાં બળતરા અથવા ખંજવાળ થઈ શકે છે. કેટલાક લોકોને ઉધરસની સમસ્યા પણ થઈ શકે છે.

5 / 8
કેળા ખાધા પછી તરત જ ઠંડું પાણી પીવાથી પણ પાચન પર અસર પડે છે. કેળામાં રહેલા સ્ટાર્ચ અને ફાઇબરને પચવામાં મુશ્કેલી થઈ શકે છે, જેના કારણે અપચો, પેટમાં ભારેપણું અથવા કબજિયાત જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે.

6 / 8
દૂધને સંપૂર્ણ આહાર માનવામાં આવે છે, પરંતુ દૂધ પીધા પછી તરત પાણી પીવાથી તેમાં રહેલા પ્રોટીન અને પોષક તત્વોના પાચનમાં અવરોધ આવી શકે છે. જેના કારણે પેટમાં ગેસ, અપચો અથવા અસ્વસ્થતા અનુભવાઈ શકે છે.

7 / 8
આરોગ્ય નિષ્ણાતોનું કહેવું છે કે કોઈપણ ખોરાક ખાધા પછી ઓછામાં ઓછા 30 થી 45 મિનિટ બાદ પાણી પીવું વધુ ફાયદાકારક રહે છે. આ રીતે પાચનતંત્ર સારી રીતે કામ કરે છે અને શરીરને જરૂરી પોષક તત્વો પણ યોગ્ય રીતે મળી રહે છે. (નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ માટે નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.)

8 / 8

Bike Transport by Train : ટ્રેન દ્વારા બાઇક કેવી રીતે મોકલવી?

Follow Us
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો

72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો

Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ

ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ

સુરત જિલ્લામાં 15 ખાડીના પાણી આજુબાજુના ખેતરોમાં ફરી વળ્યાં, જુઓ VIDEO

અમદાવાદમાં 150 સ્થળોએ ભૂવા પડવાનો ખતરો ! AMCના નિવેદનથી વધ્યું ટેન્શન

શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લીધે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત

સુરતમાં 800થી વધારે પરિવારોને ઘરવખરી અને કેશડોલ ચૂકવાયું

પ્રગતિના નવા દ્વાર ખુલશે, ભવિષ્યમાં અણધાર્યો લાભ થશે

ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વ્હાલાના વાઘા બનશે આકર્ષણનું કેન્દ્ર

g clip-path="url(#clip0_868_265)">