AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: ઋતુરાજ ગાયકવાડ IPL 2026 નો સૌથી ધીમો બેટ્સમેન, પાવરપ્લેમાં સૌથી ઓછી સ્ટ્રાઈક રેટ

ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડનું IPL 2026નું સિઝન સારું રહ્યું નથી. તેની ટીમ CSK ની પણ શરૂઆત ખરાબ રહી હતી. ટીમ ધીરે-ધીરે ફોર્મમાં આવી, પણ કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ જ્યાં હતો ત્યાં નો ત્યાં જ રહ્યો. ઓપનર તરીકે ગાયકવાડ ટીમને આકમક શરૂઆત આપવામાં સતત નિષ્ફળ રહ્યો અને તે આ સિઝનનો પાવરપ્લેનો સૌથી ધીમો બેટ્સમેન સાબિત થયો.

Breaking News: ઋતુરાજ ગાયકવાડ IPL 2026 નો સૌથી ધીમો બેટ્સમેન, પાવરપ્લેમાં સૌથી ઓછી સ્ટ્રાઈક રેટ
Ruturaj Gaikwad lowest strike rateImage Credit source: X
| Updated on: May 18, 2026 | 10:03 PM
Share

IPL 2026 સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકોને નિરાશા સિવાય કંઈ મળ્યું નહીં. ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોની સતત 13 મેચ ન રમ્યો. વધુમાં સમગ્ર સિઝન દરમિયાન ટીમનું પ્રદર્શન ઉતાર-ચઢાવ ભર્યું રહ્યું, જેના કારણે તેઓ પ્લેઓફમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. આટલું પૂરતું ન હતું, તો કેપ્ટન ઋતુરાજ ગાયકવાડના અસાધારણ બેટિંગ પ્રદર્શને આ દુઃખમાં વધારો કર્યો.CSKનો કેપ્ટન આ સિઝનમાં પાવરપ્લેમાં સૌથી ધીમો બેટ્સમેન સાબિત થયો છે.

પાવરપ્લેમાં ગાયકવાડનો સ્ટ્રાઈક રેટ સૌથી ઓછો

સોમવાર, 18 મેના રોજ ચેપોક સ્ટેડિયમ ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ઋતુરાજ ગાયકવાડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. આ ટીમ માટે કરો યા મરો જેવી મેચ હતી, કારણ કે તેઓ પ્લેઓફની રેસમાં પહેલાથી જ પાછળ હતા. પહેલા બેટિંગ કરતા ટીમને સનરાઈઝર્સની મજબૂત બેટિંગ લાઈન-અપ સામે મોટો સ્કોર બનાવવાની જરૂર હતી, અને કેપ્ટન ગાયકવાડ માટે આ તેની બેટિંગ કુશળતા દર્શાવવાની સારી તક હતી.

પાવરપ્લેમાં ગાયકવાડ સુપર ફ્લોપ

પરંતુ ચેન્નાઈની ઈનિંગ શરૂ થતા જ ગાયકવાડનું ભાગ્ય આ સિઝન દરમિયાન જેવું રહ્યું હતું તેવું જ રહ્યું. જ્યારે દરેક બેટ્સમેન પાવરપ્લેમાં વિસ્ફોટક બેટિંગ કરે છે, અને આ સિઝનમાં લગભગ બધા જ આકમક બેટિંગ કરવામાં સફળ રહ્યા છે, પણ ગાયકવાડ આમ કરવામાં નિષ્ફળ ગયો. તેણે પ્રથમ છ ઓવરમાં 11 બોલનો સામનો કર્યો અને ફક્ત નવ રન બનાવ્યા.

124.6 ના સ્ટ્રાઈ ક રેટથી 182 રન બનાવ્યા

આમ, ગાયકવાડ IPL 2026 માં પાવરપ્લેમાં સૌથી ધીમો બેટ્સમેન સાબિત થયો છે. આ સિઝનમાં પાવરપ્લેમાં ઓછામાં ઓછા 100 બોલનો સામનો કરનારા તમામ બેટ્સમેનોમાં ગાયકવાડનો સ્ટ્રાઈક રેટ સૌથી ઓછો છે. ચેન્નાઈના કેપ્ટને 13 ઈનિંગ્સમાં પાવરપ્લેમાં માત્ર 124.6 ના સ્ટ્રાઈ ક રેટથી 182 રન બનાવ્યા છે. તેના પછી કોલકાતાનો અંગક્રિશ રઘુવંશી (129 રન, 126.5 સ્ટ્રાઈક રેટ) નો નંબર આવે છે.

SRH સામે એક પણ બાઉન્ડ્રી ફટકારી નહીં

સનરાઈઝર્સ સામેની આ ઈનિંગમાં પણ ઋતુરાજ ગાયકવાડ 21 બોલમાં માત્ર 15 રન બનાવીને આઉટ થયો હતો. ઈનિંગની શરૂઆત કરનાર ગાયકવાડ 12મી ઓવરમાં આઉટ થયો હતો, પરંતુ સૌથી આશ્ચર્યજનક વાત એ હતી કે તેણે આ સમયગાળા દરમિયાન એક પણ બાઉન્ડ્રી ફટકારી ન હતી. ગાયકવાડ આ સિઝનમાં બે કે ત્રણ મેચમાં રન બનાવવામાં સફળ રહ્યો હોવા છતાં, સમગ્ર સિઝન તેના માટે ખરાબ સાબિત થઈ. તેણે 13 ઈનિંગમાં 31 ની સરેરાશથી ફક્ત 312 રન બનાવ્યા છે, જેમાં ફક્ત 28 ચોગ્ગા અને 10 છગ્ગા ફટકાર્યા છે. તેણે આ દરમિયાન બે અડધી સદી પણ ફટકારી છે.

Breaking News: સંજુ સેમસન બન્યો નંબર-1, વિરાટ કોહલીને પાછળ છોડી દીધો

Follow Us
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
રાજકોટના સનાળી ગામે ભારે પવનથી ચાર વીજ પોલ ધરાશાયી
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ધોળકામાં હેવાન શિક્ષકે વિદ્યાર્થી સાથે આચર્યુ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
ઈડરમાં મૈત્રી કરાર કરનાર યુવકને બની બેસેલા ઠેકેદારોએ આપી તાલિબાની સજા
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
NEET પરીક્ષાને લઈ વડોદરામાં લોખંડી બંદોબસ્ત: 17 કેન્દ્રો પર મોકડ્રીલ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
Breaking News : રાજકોટના વિંછીયા પંથકમાં ધોધમાર વરસાદ
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમરેલી અને બાબરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખેડૂતોમાં ખુશી
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
અમદાવાદમા કફ સિરપથી નશાનો નવો ટ્રેન્ડ અટલ બ્રિજ પાસે ખાલી બોટલોના ઢગલા
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
ફાયર NOC વગર ચાલતી 37 હોટલ પર તૂટી પડ્યું 'તંત્ર', 4 ને લાગ્યા 'તાળાં'
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
હજારો લોકો દૂષિત પાણી પીવા મજબૂર, મહિલાઓએ ઉપાડ્યો મોરચો
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
ઉદ્ઘાટન નથી થયું ને રોડ બિસમાર થયો, જવાબદારો સામે કાર્યવાહી ક્યારે?
g clip-path="url(#clip0_868_265)">