AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બકરીદ પહેલાં દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો 700 કિલોનો ‘ડોનાલ્ડ ટ્રમ્પ’! સેલ્ફી લેવા ઉમટી લોકોની ભારે ભીડ

ઈદ-ઉલ-અઝહા (બકરીદ) ના તહેવાર પહેલાં બાંગ્લાદેશમાં એક અનોખો પાડો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જેવા ચહેરા અને સોનેરી વાળના કારણે લોકો આ 700 કિલોના કદાવર પ્રાણી સાથે સેલ્ફી લેવા ક્રેઝી બન્યા છે.

બકરીદ પહેલાં દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો 700 કિલોનો ‘ડોનાલ્ડ ટ્રમ્પ’! સેલ્ફી લેવા ઉમટી લોકોની ભારે ભીડ
| Updated on: May 18, 2026 | 9:30 PM
Share

આગામી તહેવારને લઈને સામાન્ય રીતે પશુ બજારોમાં ભારે રોનક જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે બાંગ્લાદેશના નારાયણગંજ વિસ્તારમાં એક અદભુત નજારો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર એક એવો વિડીયો વાયરલ થયો છે જેણે આખી દુનિયાના લોકોને ચોંકાવી દીધા છે. અહીં એક ફાર્મ હાઉસમાં બે એવા પાડા છે, જેમના નામ દુનિયાના બે મોટા અને શક્તિશાળી રાજનેતાઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નામ પર રાખવામાં આવ્યા છે.

શા માટે નામ પડ્યું ‘ડોનાલ્ડ ટ્રમ્પ’?

ઇન્ટરનેશનલ મીડિયા રિપોર્ટ અનુસાર, આ બંને પશુઓમાંથી સૌથી વધુ લોકપ્રિયતા 700 કિલોગ્રામ વજન ધરાવતો ‘એલ્બિનો’ (સંપૂર્ણ સફેદ રંગનો) પાડો મેળવી રહ્યો છે. આ પાડાની ત્વચાનો રંગ આછો પીળો અને માથા પર સોનેરી રંગના વાળ છે. તેનો ચહેરો અને ખાસ કરીને માથાના વાળની અનોખી સ્ટાઇલ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રખ્યાત હેરસ્ટાઇલ સાથે અદભુત રીતે મળતી આવે છે. ફેસબુક અને અન્ય પ્લેટફોર્મ પર આ વિડીયો જોયા પછી રાજધાની ઢાકાની આસપાસના લોકો તેને જોવા અને તેની સાથે સેલ્ફી લેવા માટે પડાપડી કરી રહ્યા છે.

માલિકે જણાવ્યું નામ પાછળનું રહસ્ય

આ અનોખા પશુના માલિક ઝિયાઉદ્દીન મૃધાએ જણાવ્યું કે, તેમણે આ પાડાને આશરે 10 મહિના પહેલાં રાજશાહીના એક પશુ બજારમાંથી ખરીદ્યો હતો. તેમણે ઉમેર્યું કે, “જ્યારે મારો નાનો ભાઈ આ પાડાને ઘરે લાવ્યો, ત્યારે તેના માથા પરના સોનેરી વાળ જોઈને તેણે મજાકમાં તેનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખી દીધું હતું.” સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, દેખાવમાં ભલે તે અમેરિકન રાષ્ટ્રપતિ જેવો કડક લાગે, પરંતુ સ્વભાવે તે અત્યંત શાંત અને નમ્ર છે. જ્યાં સુધી તેને કોઈ હેરાન ન કરે ત્યાં સુધી તે હુમલો કરતો નથી.

બીજો પાડો ‘બેન્જામિન નેતન્યાહુ’ પણ મચાવી રહ્યો છે ધૂમ

આ જ ફાર્મમાં હાજર બીજો કદાવર પાડો પણ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. 750 કિલોગ્રામથી વધુ વજન ધરાવતા આ પાડાનું નામ ઇઝરાયેલના પીએમના નામ પરથી ‘બેન્જામિન નેતન્યાહુ’ રાખવામાં આવ્યું છે. જોકે, ફાર્મના કર્મચારીઓના જણાવ્યા અનુસાર, આ પાડો ખૂબ જ તોફાની અને ગુસ્સાવાળો છે. તે વારંવાર પોતાના નસકોરાં ફુલાવીને રાખવાવાળા કર્મચારીઓ પર જ હુમલો કરવા દોડે છે.

સોશિયલ મીડિયાના યુગમાં ક્યારે કઈ વસ્તુ વાયરલ થઈ જાય તે કહેવું મુશ્કેલ છે. તહેવારના માહોલ વચ્ચે આ બે રાજકીય નામો ધરાવતા પશુઓએ સમગ્ર બાંગ્લાદેશમાં કુતૂહલનો માહોલ સર્જ્યો છે. હવે જોવાનું એ રહેશે કે બકરીદના આ બજારમાં આ બંને સેલિબ્રિટી પશુઓની કિંમત કેટલી બોલાય છે.

નોંધ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની TV9 ગુજરાતી સત્તાવાર રીતે પુષ્ટિ કરતું નથી.

બેંક એકાઉન્ટ વગર જ બાળકો પણ કરી શકશે UPI પેમેન્ટ ! Paytm લાવ્યું ખાસ પોકેટ મની ફીચર

Follow Us
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
તાપીઃ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વખતે બબાલનો કેસ
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
પ્રવેશોત્સવમાં ચોંકાવનારો કિસ્સો: 9મા ધોરણના વિદ્યાર્થીને ABCD ન આવડી
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
જંગલેશ્વરની તોડફોડ પાછળ કરેલા જંગલ જેવા ખર્ચનો હિસાબ કિતાબ આપોઃ સરકાર
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
સુરતમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર પાણીનો વેડફાટ !
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
નાસીરનગર ડિમોલિશન મામલે પોલીસ અને તંત્રને હાઈકોર્ટની ફટકાર
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
ભગવાનનો વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક કરાયો
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
રાજકારણમાંથી નિવૃત્તિ લઈ સલાહકાર સમિતિમાં જોડાવાની ગણતરી
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
દેશના 22 રાજ્યોમાં ચોમાસાનું આગમન, ક્યાંક વરસાદ તો ક્યાંક હીટવેવનો ડબલ
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
150+ મગરોનું અનોખું મલાતજ ગામ, 'ડેન્જરસ' નહીં પરંતુ 'માણસમિત્ર'
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
ગાંધીનગરને મળી 40 નવી ઈ-બસ, શહેરમાં ગ્રીન પબ્લિક ટ્રાન્સપોર્ટનો યુગ
g clip-path="url(#clip0_868_265)">