AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ, પ્રેમી સાથે મળીને રચ્યો પ્લાન, જુઓ-Video

Breaking News : નિકોલમાં 1.66 કરોડની જ્વેલરીની ચોરી કરનાર સેલ્સ ગર્લ આખરે ઝડપાઈ, પ્રેમી સાથે મળીને રચ્યો પ્લાન, જુઓ-Video

| Updated on: May 18, 2026 | 2:32 PM
Share

સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ દુકાનમાંથી અંદાજે ₹1.66 કરોડના દાગીના ચોરી કર્યા હતા. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અનેક સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હર્ષિદા શેટ્ટીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ આભૂષણ જ્વેલર્સમાં કરોડોની ચોરીનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. દુકાનમાં કામ કરતી સેલ્સ ગર્લે જ કરોડો રૂપિયાના દાગીનાની ચોરી કરતા સમગ્ર મામલે ખળભળાટ મચી ગયો હતો. જે બાદ સેલ્સ ગર્લ કેટલાય દિવસથી ફરાર હતી, જોકે ક્રાઈમબ્રાન્ચે આજે તેની ધરપકડ કરી છે.

સેલ્સ ગર્લે કરોડોના દાગીનાની કરી ચોરી

મળતી માહિતી મુજબ, સેલ્સ ગર્લ હર્ષિદા શેટ્ટીએ દુકાનમાંથી અંદાજે ₹1.66 કરોડના દાગીના ચોરી કર્યા હતા. ઘટનાની જાણ થતાં નિકોલ પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન અનેક સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ પુરાવાના આધારે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હર્ષિદા શેટ્ટીની અમદાવાદમાંથી ધરપકડ કરી છે.

સેલ્સ ગર્લ સાથે તેના પ્રેમીની સંડોવણી પણ સામે આવી

પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ચોરીના સમગ્ર કાવતરામાં હર્ષિદાના પ્રેમીની સંડોવણી પણ સામે આવી છે. પોલીસે પ્રેમીની પણ અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ, બંનેએ મળીને આયોજનબદ્ધ રીતે દાગીના ગાયબ કર્યા હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ પોલીસે ચોરાયેલા દાગીનાની પુનઃપ્રાપ્તિ અને અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે નહીં તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

નિકોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ ચોરી બાદ દાગીનાને અલગ-અલગ જગ્યાએ છુપાવવાનો પ્રયાસ કર્યો હતો જેથી શંકા ન જાય. દુકાનના હિસાબમાં ગડબડ દેખાતા માલિકને શંકા ગઈ હતી, જેના આધારે આંતરિક તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ મામલો પોલીસ સુધી પહોંચતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. હાલ નિકોલ પોલીસ આરોપીઓના બેંક ટ્રાન્ઝેક્શન, મોબાઈલ કોલ રેકોર્ડ અને દાગીનાના વેચાણ સંબંધિત કડીઓની પણ તપાસ કરી રહી છે.

PM મોદીને દેશ-વિદેશથી મળેલી ગિફ્ટ્સનું શું થાય છે? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
g clip-path="url(#clip0_868_265)">