AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જનતાને દારૂબંધીના કાયદા શીખવાડતી પોલીસ પોતે જ ટલ્લી, નશામાં ધૂત કોન્સ્ટેબલે કાયદો ખિસ્સામાં લઈને મચાવ્યો આતંક - જુઓ Video

જનતાને દારૂબંધીના કાયદા શીખવાડતી પોલીસ પોતે જ ટલ્લી, નશામાં ધૂત કોન્સ્ટેબલે કાયદો ખિસ્સામાં લઈને મચાવ્યો આતંક – જુઓ Video

| Updated on: May 18, 2026 | 6:34 PM
Share

અમદાવાદના વિરમગામમાં કાયદો અને વ્યવસ્થા શર્મસાર થાય તેવી ઘટના સામે આવી છે. અહીં ગોલવાડી દરવાજા પાસે એક પોલીસ કોન્સ્ટેબલ નશાની હાલતમાં ધમાલ મચાવતો જોવા મળ્યો હતો.

અમદાવાદના વિરમગામ શહેરમાંથી ખાખીને દાગ લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં કાયદાનો રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવું દેખાઈ રહ્યું છે. વિરમગામના ગોલવાડી દરવાજા બહાર એક પોલીસ કોન્સ્ટેબલ નશામાં ધૂત હાલતમાં જોવા મળ્યો હતો અને તેણે નશાના જોરમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક કારચાલક સાથે જોરદાર માથાકૂટ કરી પોતાનો રૌફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો.

વાત આટલેથી જ ન અટકી, નશામાં ભાન ભૂલેલા આ પોલીસ કોન્સ્ટેબલે કારના કાચ તોડી નાખ્યા હતા અને કારચાલક સાથે મારામારી પણ કરી હતી. જાહેર રસ્તા પર ચાલી રહેલા આ હંગામાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આ બબાલ દરમિયાન જ્યારે પીએસઆઈ (PSI) મામલો શાંત પાડવા વચ્ચે પડ્યા, ત્યારે નશામાં ચૂર કોન્સ્ટેબલે તેમની સાથે પણ ઉગ્ર બોલાચાલી કરી નાખી હતી.

જાહેર સ્થળ પર કલાકો સુધી ચાલેલા આ હાઈવોલ્ટેજ ડ્રામા બાદ આખરે વિરમગામ પોલીસે મામલો થાળે પાડ્યો હતો. હાલમાં પીએસઆઈએ નશામાં ધૂત કોન્સ્ટેબલની અટકાયત કરી લીધી છે અને કોન્સ્ટેબલ તેમજ કારચાલક બંનેને વધુ કાર્યવાહી માટે પોલીસ મથકે લઈ જવામાં આવ્યા છે. પોલીસકર્મીની આ હરકતને પગલે સ્થાનિક લોકોમાં ભારે ચર્ચા જાગી છે.

ખાખી સામે જનતાના 5 સીધા સવાલ

01. દારૂ આવ્યો ક્યાંથી? ગુજરાતમાં દારૂબંધી છે, તો આ પોલીસવાળા પાસે દારૂ ક્યાંથી આવ્યો?
02. કાયદો ખાલી પબ્લિક માટે જ? આમ જનતા પકડાય તો જેલ, તો આ ટલ્લી કોન્સ્ટેબલ માટે હવે શું નિયમ લાગશે?
03. આ લોકો શું દારૂબંધી કરાવશે? જે પોલીસ પોતે જ પીને ફરે છે, એ બુટલેગરોને શું ‘ખાખ’ પકડશે?
04. પબ્લિકની સુરક્ષા કોના ભરોસે? નશામાં નાગરિકોની ગાડીઓ તોડતી પોલીસથી જનતા કેવી રીતે સુરક્ષિત રહે?
05. વાડ જ ચીભડાં ગળે? જ્યારે કાયદાના રક્ષકો જ કાયદો તોડે, ત્યારે જનતાએ ન્યાય માટે ક્યાં જવું?

GSRTC એ લીધો મુસાફરોના હિતમાં ‘મોટો નિર્ણય’, અમદાવાદથી સુરત અને ભાવનગર જવું હવે સસ્તું બનશે – જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">