સ્માર્ટ સિટી કે ‘ખોદકામ સિટી’? અમદાવાદમાં નવા બનેલા રોડ પર 24 કલાકમાં જ ખોદકામની મંજૂરી અપાતાં વિવાદ
અમદાવાદમાં બારેમાસ ચાલતું અણધડ ખોદકામ લોકોની મુશ્કેલીનું મુખ્ય કારણ બન્યું છે. નવા બનેલા રોડ-ફૂટપાથ પર પણ ખાનગી કંપનીઓને ખોદકામની પરવાનગી અપાતાં સ્માર્ટ સિટીના દાવાઓ સામે સવાલો ઊઠ્યા છે.
અમદાવાદ શહેરમાં ઉનાળો હોય કે ચોમાસું, બારેમાસ ચાલતું ખોદકામ નાગરિકો માટે આફત બની ગયું છે. ઘણી જગ્યાએ તો નવો રોડ કે ફૂટપાથ બન્યાના 24 કલાકમાં જ ખાનગી કંપનીઓને ખોદકામની મંજૂરી આપી દેવામાં આવે છે. આ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે એવો વિચિત્ર દાવો કર્યો છે કે, અમદાવાદ ‘વાયર ફ્રી સિટી’ હોવાથી બ્યુટીફિકેશન જાળવવા આ પરવાનગી અપાય છે.
જોકે, તંત્ર અને ખાનગી કંપનીઓની આ અણધડ નીતિના કારણે કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રસ્તાઓ બરબાદ થઈ રહ્યા છે, જેથી અમદાવાદ ખરા અર્થમાં ક્યારે સ્માર્ટ સિટી બનશે તે મોટો સવાલ છે.
કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી સંસ્થા NTA ની સ્થાપનાથી લઈને NEET વિવાદ સુધીની ઇનસાઇડ સ્ટોરી
Follow Us
Latest Videos
અમદાવાદના કાલુપુરમાં મકાન ધરાશાયી થતાં એકનું મોત તો યુવક ગંભીર! Video
સુરતની શાળામાં કરંટ લાગતા ધોરણ-9ના વિદ્યાર્થીનું મોત, પરિવારજનોમાં રોષ
દેવગઢ બારીયા નગરપાલિકાની 6 સીટો પર મતદાન શરૂ ! Video
5 મહિનાનું બાળક રૂમમાં થયું લોક! ફાયર વિભાગની ટીમે કર્યું રેસ્ક્યુ
