સુરેન્દ્રનગરના કોઢ ગામે પોલીસની 25 ગાડી ખેતરમાં ઘસી જઈ ટાવર નાખતા, પાવરગ્રીડ પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં રોષ
ધ્રાંગધ્રાના કોઢ ગામે 765 કેવી (KV) ની પાવરગ્રીડ લાઇન નાખવાની કામગીરી સામે ખેડૂતોએ મોરચો માંડ્યો છે. યોગ્ય વળતર આપ્યા વિના ઊભા પાક વચ્ચે ટાવર ઊભા કરવાના કંપનીના પ્રયાસથી ભારે હોબાળો મચ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોઢ ગામે પાવરગ્રીડની 765 કેવીની વીજ લાઇન નાખવા મુદ્દે ખેડૂતો અને વહીવટી તંત્ર સામસામે આવી ગયા છે. કંપની દ્વારા ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વિના જ 25 જેટલી પોલીસ ગાડીઓના કાફલા સાથે ખેતરોમાં પ્રવેશીને ટાવર ઊભા કરવાનો પ્રયાસ કરાતા માહોલ તંગ બન્યો હતો.
હાલ ખેતરોમાં ઊભો પાક હોવાથી મોટું નુકસાન જવાની ભીતિએ ખેડૂતો મોટી સંખ્યામાં એકઠા થઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસની સતત સમજાવટ હોવા છતાં, ખેડૂતો “પહેલાં પૂરતું વળતર, પછી જ ટાવરનું કામ” ના પોતાના નિર્ણય પર અડગ રહ્યા છે.
શેર બજારના ધબડકા વચ્ચે SBIની બમ્પર ઓફર! માત્ર ₹1,00,000 જમા કરાવીને મેળવો ₹64,227 નું ફિક્સ વ્યાજ
Follow Us
Latest Videos
સુરેન્દ્રનગર: યોગ્ય વળતર વિના વીજ લાઇન નાખવા સામે ખેડૂતોનો વિરોધ
દુનિયા આખીને દારૂબંધીનું જ્ઞાન વહેંચતી પોલીસ પોતે જ ટલ્લી - જુઓ Video
રાજકોટનો સાંઢિયા બ્રિજ નવા નેતાના કરકમળની જોઈ રહ્યો છે રાહ !
GSRTCનો મોટો નિર્ણય! અમદાવાદ-સુરત અને ભાવનગર બસના ભાડા ઘટ્યા
