AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગિરના ફોરેસ્ટ ટ્રેકર્સને મળશે 10 લાખ સુધીનું વીમા કવચ, પરિમલ નથવાણીનો સહયોગ, જુઓ Photos

ગિર અને બૃહદ્ ગિરના 220 ફોરેસ્ટ ટ્રેકર્સને હવે અકસ્માત અને આરોગ્ય વીમા કવચ મળશે. સાંસદ પરિમલ નથવાણીના સહયોગથી રૂ. 3 થી 10 લાખ સુધીના વીમાથી ટ્રેકર્સ અને તેમના પરિવારોને આર્થિક સુરક્ષા મળશે.

| Updated on: May 18, 2026 | 8:24 PM
Share
ગિર અને બૃહદ્ ગિર વિસ્તારમાં કાર્યરત આશરે 220 ફોરેસ્ટ ટ્રેકર્સને હવે અકસ્માત અને આરોગ્ય સંબંધિત આર્થિક સુરક્ષા મળશે. રાજ્યસભા સાંસદ અને જાણીતા વન્યજીવ પ્રેમી Parimal Nathwaniના સહયોગથી ટ્રેકર્સ માટે રૂ. 3 લાખથી રૂ. 10 લાખ સુધીનું વીમા કવચ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. ગુજરાત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, ગુજરાત સ્ટેટ લાયન કન્ઝર્વેશન સોસાયટી અને ન્યૂ ઈન્ડિયા એશ્યોરેન્સના સહયોગથી આ પહેલ અમલમાં મુકાઈ છે.

1 / 5
વીમા કવચ અંગે ટ્રેકર્સને સંપૂર્ણ માહિતી અને માર્ગદર્શન મળી રહે તે માટે 16 અને 17 મે, 2026ના રોજ સાસણ ગિરમાં આવેલા સિંહ સદન ખાતે બે દિવસીય કાર્યશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ફોરેસ્ટ ટ્રેકર્સની કામગીરી જોખમી માનવામાં આવતી હોવાથી વીમા કંપનીઓ આવા કર્મચારીઓને કવર આપવા સંકોચ અનુભવતી હોય છે, પરંતુ વિશેષ પ્રયત્નો બાદ આ યોજના શક્ય બની છે.

2 / 5
અકસ્માત વીમા હેઠળ, ટ્રેકરના અકસ્માતજન્ય મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારને રૂ. 10 લાખ સુધીનું વળતર આપવામાં આવશે. સાથે જ બાળકોના અભ્યાસ માટે સહાયની જોગવાઈ પણ રાખવામાં આવી છે. એક બાળક માટે રૂ. 25 હજાર અને બે બાળકો માટે મહત્તમ રૂ. 50 હજાર સુધીની સહાય આપવામાં આવશે. ઉપરાંત, કાયમી અપંગતા, અંગ ગુમાવવું અથવા દ્રષ્ટિ ગુમાવવાના બનાવોમાં પણ વીમા કંપનીના નિયમો મુજબ વળતર ચૂકવાશે. રજાનું વળતર, મેડિકલ ખર્ચ અને પાર્થિવ દેહના વાહન ખર્ચ જેવી સુવિધાઓ પણ આ કવચમાં સામેલ છે.

3 / 5
મેડિક્લેઇમ હેઠળ ટ્રેકર્સને રૂ. 3 લાખ સુધીની સારવાર સહાય મળશે. જેમાં સર્જરી, રૂમ ચાર્જ, ડોક્ટરની ફી, ટેસ્ટ અને દવાઓના ખર્ચનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે જ 30 દિવસના પ્રિ-હોસ્પિટલાઇઝેશન અને 60 દિવસના પોસ્ટ-હોસ્પિટલાઇઝેશન ખર્ચને પણ આવરી લેવામાં આવ્યો છે. નેટવર્ક હોસ્પિટલોમાં ટ્રેકર્સને કેશલેસ સારવારની સુવિધા પણ મળશે.

4 / 5
Parimal Nathwaniએ જણાવ્યું હતું કે, વન્યજીવોના સંરક્ષણ અને બચાવ કામગીરીમાં ફોરેસ્ટ ટ્રેકર્સ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને ઘણી વખત તેઓ જોખમ વચ્ચે કામ કરતા હોય છે. આવા સમયમાં વીમા કવચ તેમના અને તેમના પરિવાર માટે માનસિક તેમજ આર્થિક સુરક્ષા પૂરું પાડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આગામી 10 વર્ષ સુધી અકસ્માત વીમાના પ્રિમિયમ માટે તેઓ વ્યક્તિગત રીતે અથવા તેમના ટ્રસ્ટ મારફતે સહયોગ આપતા રહેશે.

5 / 5

જામનગરમાં ઝડપાઇ હનીટ્રેપ ગેંગ, સોશિયલ મીડિયા પર યુવાનોને બનાવતા નિશાન, જુઓ Video

Follow Us
ભાવનગરની શોભા વધારતુ ગંગાજળિયા તળાવની દુર્દશા,સફાઈના અભાવે બન્યુ ઉકરડો

દાહોદની ક્રેડિટ સોસાયટીમાં 1.33 કરોડની ઉચાપાત ! 4 આરોપી સામે ફરિયાદ

અમદાવાદ ફાયર વિભાગે 13 હોટેલ અને 1 શૈક્ષણિક સંસ્થાને પણ સીલ કરી

ગીર સોમનાથના સ્વદેશી હાટમાં ફૂડ પોઈઝનિંગ: નવ બાળકો અસરગ્રસ્ત

ગુજરાતમાં ભારત ટેક્સી સેવાનો પ્રારંભ, અમિત શાહે કરાવ્યું લોન્ચિંગ !

Breaking news: જૂનાગઢ સિંહબાળ હત્યા કેસમાં મોટો ખુલાસો

બનાસકાંઠાના ડીસામાં ક્લોરિન ગેસ લીકેજથી અફરાતફરી

ખેડાના કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકો ગંભીર રીતે ઘાયલ

આત્મવિશ્વાસનો યોગ્ય ઉપયોગ કરો, આજે તમે સારા સ્પાની મુલાકાત લેશો

આશ્રમ શાળા બંધ કરવાની ધમકી મુદ્દે કેબિનેટ પ્રધાન નરેશ પટેલ પર આરોપ

g clip-path="url(#clip0_868_265)">