AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Besan Chilla Recipe : સવારે નાસ્તામાં ફટાફટ બનાવો બેસન ચીલા, જાણો રેસિપી

શિયાળામાં મોટાભાગના લોકોને ગરમ વસ્તુઓ ખાવાનું પસંદ હોય છે. ત્યારે તમે અવનવી હેલ્ધી અને ટેસ્ટી વાનગીઓ શું બનાવવી તેને લઈને કેટલાક લોકોને મૂંઝવણ હોય છે. તો આજે અમે તમને જણાવીશું કે ઘરે ઝડપથી બેસન ચીલા કેવી રીતે બનાવી શકાય તે જોઈશું.

| Updated on: Jan 30, 2025 | 9:26 AM
Share
શિયાળામાં ઓછા સમયમાં બેસનના ચીલા બનાવવા માટે બેસન, શીમલા મરચા, ટામેટા, ડુંગળી, ચમચી હળદર, મીઠું, જીરું, લાલ મરચુ, હિંગ, પાણી, તેલ સહિતની સામગ્રીની જરુર પડશે.

1 / 5
બેસનના ચીલના બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં બેસનના લોટને ચાળીને લઈ લો. ત્યારબાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું,લાલ મરચું પાઉડર, જીરું, હિંગ, કાપેલા શીમલા મરચા, ટામેટા, ડુંગળી ઉમેરી મિક્સ કરો.

2 / 5
હવે બેસનમાં થોડું થોડું પાણી ઉમેરી મિક્સ કરો. જો બેટરમાં પાણી વધારે ન પડે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જો બેટર વધારે પાતળું થઈ જશે તો ચીલા બનાવતી વખતે તૂટી જશે.

3 / 5
એક તવી પર બટર મુકી તેના પર ચીલાને સારી રીતે પાથરી દો.હવે બંન્ને બાજુથી ચીલા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી થવા દો. ત્યારબાદ તેના પર લીલી ચટણી પાથરી તવા પરથી ઉતારી લો.

4 / 5
હવે ગરમા ગરમ ચીલાને લીલી ચટણી સાથે પીરસી શકો છો. આ ચીલાને સવારે નાસ્તામાં અથવા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો. જો તમે ઈચ્છો તો શાકભાજી બેટરમાં નાખવાની જગ્યાએ ઉપર પણ પાથરી શકો છો.

5 / 5

Tv9 ગુજરાતી પર હેલ્ધી, ટેસ્ટી અને યુનિક વાનગીઓ બનાવવાની સરળ ટીપ્સ નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો વધુ રેસિપિની સ્ટોરી વાંચી તમે ઘરે જ વાનગીઓ બનાવી શકો છો.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">