Travel Tips : પ્રી-વેડિંગ શૂટ માટે શિમલા કે ગોવા જવાની જરુર નથી, ગુજરાતમાં આવેલા છે આ બેસ્ટ લોકેશન
આજકાલ મોટાભાગના લોકો લગ્ન પહેલા પ્રી-વેડિંગ શૂટ કરાવે છે. આજે અમે તમને જણાવીશું કે, પ્રી-વેડિંગ ફોટોશૂટ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ ગુજરાતમાં પણ પ્રી વેડિંગશૂટ માટે સુંદર લોકેશન આવેલા છે.

લગ્નની સીઝન શરુ થઈ ગઈ છે. આ દરમિયાન કપલ લગ્ન પહેલાં પ્રી-વેડિંગ ફોટોશૂટ કરાવે છે. જો તમારા લગ્ન પણ આ સિઝનમાં થવાના છે, તો અમે તમને જણાવીશું કે પ્રી-વેડિંગ ફોટોશૂટ દરમિયાન તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. તેમજ ગુજરાતમાંતમે ક્યા ક્યાં પ્લેસ પણ પ્રી-વેડિંગશૂટ કરાવી શકો છો.

તમારે લોકેશન જાતે જ ફાઇનલ કરવું જોઈએ. જોકે, એવી જગ્યા ફાઇનલ કરવી જોઈએ જ્યાં વધારે ભીડ ન હોય. નહીં તો, બધાની સામે શૂટિંગ કરવામાં તમને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભીડવાળી જગ્યાએ શૂટિંગ યોગ્ય રીતે થઈ શકતું નથી. તો ગુજરાતમાં બેસ્ટ લોકેશન છે. ત્યાં તમે પ્રી વેડિંગશૂટ કરી શકો છો.

અમદાવાદની અડાલજની વાવ પ્રી વેડિંગફોટોશૂટ માટે બેસ્ટ લોકેશન છે. આ વાવ ગુજરાતની ઐતિહાસિક અને સ્થાપત્ય કળાનું અદ્વિતીય નમૂનો છે.અડાલજની વાવ તો ટુરિસ્ટમાં પણ ફેમસ છે.

જો તમારે કોઈ બીચ પર પ્રી વેડિંગ ફોટોશૂટ કરવું છે. તો તમે શિવરાજપુર બીચ, તેમજ સુરતમાં પણ અનેક બીચ આવેલા છે.ગુજરાત બીચ એટલા સુંદર છે કે તમને મજા આવી જશે.

તેમજ તમારે કોઈ હિલ સ્ટેશન પર પ્રી વેડિંગ ફોટોશૂટ કરવું છે.તો સાપુતારા બેસ્ટ છે.વિલસન હિલ્સ ,ડોન હિલ સ્ટેશન તેમજ ડાંગમાં પણ અનેક એવા સ્થળો આવેલા છે. જ્યાં તમે પ્રી વેડિંગ ફોટોશૂટ કરી શકો છો.

પોળો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા અને વિજયનગર તાલુકામાં અરવલ્લીની ગિરિમાળા વચ્ચે, હરણાવ નદીને કિનારે આવેલુ સ્થળ છે.પોળો ફોરેસ્ટમાં જોવા માટે અનેક જગ્યાઓ આવેલી છે. જ્યાં તમે પીકનીક સાથે ફોટોશૂટ પણ કરી શકો છો.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
