Travel Tips : રક્ષાબંધન પર બહેનને આપો યાદગાર સરપ્રાઈઝ, આ સુંદર સ્થળોએ ફરવા લઈ જાઓ
જો રક્ષાબંધન પર તમારે કુદરતી સૌંદર્ય, ધાર્મિક સ્થળો કે બીચ પર ફરવાનો પ્લાન છે. તો આજે અમે તમને ગુજરાતમાં ફરવા લાયક સુંદર સ્થળો વિશે જણાવીશું. અહી પરિવાર તેમજ બહેન સાથે આ પળને યાદગાર બનાવી શકો છો.

રક્ષાબંધનનો તહેવાર 28 ઓગ્સ્ટના રોજ છે. તેમજ આ સાથે શનિ-રવિની રજાનો પણ લાભ મળશે. જો તમે પણ પરિવાર સાથે આ રક્ષાબંધનને ખાસ બનાવવા માંગો છો. તો આ સ્થળોની જરુર મુલાકાત કરજો.

ગુજરાતમાં ફરવા માટે કુદરત, દરિયો, જંગલ, ઇતિહાસ અને ધાર્મિક સ્થળો બધું જ છે. તમે કચ્છનું રણ, સ્ટેચ્યુ ઑફ યુનિટી, દ્વારકા, સોમનાથ, પાવાગઢ, અડાલજ, ગીર, ગિરનાર અને શિવરાજપુર જેવા સ્થળો મુખ્ય સ્થળોએ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

એક બાજુ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે બીજી બાજુ શ્રાવણ મહિનો છે. મહાદેવના મંદિરમાં ભક્તોની દર્શન માટે લાઈનો લાગી રહી છે. ગુજરાતમાં પણ તમે સોમનાથ,નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શન કરવાનો પ્લાન પરિવાર સાથે બનાવી શકો છો.

સ્ટેચ્યુ ઉપરાંત વેલી ઑફ ફ્લાવર્સ, સરદાર સરોવર અને આસપાસના કુદરતી સ્થળો, પાવાગઢ અને સાપુતારામાં હિલ-સ્ટેશનનો અનુભવ લઈ શકો છો.

પોળો ફોરેસ્ટ જંગલ, પ્રાચીન મંદિરો અને ટ્રેકિંગ માટે બેસ્ટ છે. જો તમને કુદરતી વાતાવરણમાં ફરવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો તમે જૂનાગઢ અથવા તો સાપુતારાનો પ્લાન પણ બનાવી શકો છો.

દરિયો અને ધાર્મિક સ્થળો પણ અનેક છે.દ્વારકા દ્વારકાધીશ મંદિર અને દરિયાકિનારો,સોમનાથ પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ અને સમુદ્રકિનારો,શિવરાજપુર બીચ પરિવાર સાથે ફરવા માટે સુંદર બીચ છે. (all photo: canva , gujarat tourisam)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
