Travel Tips : યાત્રિકો માટે ખુશખબર, દ્વારકા-સોમનાથ અને હરિદ્વાર વચ્ચે સીધી ટ્રેન મળશે
જો તમે પણ પરિવાર સાથે હરિદ્વાર જવાનો પ્લાન બનાવી રહ્યા છો. તો પહેલા આ લિસ્ટ જોઈ લેજો.રેલ્વે હરિદ્વાર માટે 3 નવી ટ્રેનો રજૂ કરે છે, જેમાં દ્વારકા-સોમનાથ માટે સીધી ટ્રેનનો સમાવેશ થાય છે અને ગરીબ રથ સેવા દિલ્હી સુધી વિસ્તૃત કરવામાં આવી છે.

હવે, હરિદ્વારથી ગુજરાતના મુખ્ય યાત્રાધામો વેરાવળ (સોમનાથ) અને ઓખા (દ્વારકા) સુધી સીધી ટ્રેન સેવા ઉપલબ્ધ થશે.

વધુમાં, મુંબઈથી દોડતી ગરીબ રથ એક્સપ્રેસને હરિદ્વાર સુધી લંબાવવામાં આવી છે. રેલવે મંત્રાલયે કુલ 3 ટ્રેનના સંચાલન,વિસ્તારને મંજુરી આપી છે. જેમાં ઉત્તરાખંડ અને પશ્ચિમ ભારત વચ્ચે યાત્રા સરળ થવાની આશા છે.

રેલવે મંત્રાલયે 12216/12215 બાંદ્રા ટર્મિનસ-દિલ્લી સરાય રોહિલ્લા ગરીબ રથ એક્સપેસનો વિસ્તાર હરિદ્વાર સુધી કરવાની મંજુરી આપી છે. પહેલા આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી દિલ્લી સુધી ચાલતી હતી. હવે હરિદ્વાર સુધી ચાલશે. ખાસ કરીને જે મુસાફરો દિલ્લીમાં ટ્રેન બદલવાની જરુર પડતી હતી. તે હવે નહી પડે

હરિદ્વારને 14326/14325 હરિદ્વાર-વેરાવળ એક્સપ્રેસ પણ મળી છે. આ ટ્રેન ઉત્તરાખંડને ગુજરાતના વેરાવળ સાથે જોડશે, જેનાથી મુસાફરોને સોમનાથ જ્યોતિર્લિંગના દર્શન કરવાની સુવિધા મળશે. આ ટ્રેન બુધવાર અને રવિવારે સવારે 4 વાગ્યે હરિદ્વારથી રવાના થશે અને બીજા દિવસે સવારે 8 : 15 વાગ્યે વેરાવળ પહોંચશે. પરત ફરતી વખતે, તે ગુરુવાર અને સોમવારે સવારે 11:05 વાગ્યે વેરાવળથી રવાના થશે અને બીજા દિવસે સાંજે 6 વાગ્યે હરિદ્વાર પહોંચશે.

વધુમાં, 14328/14327 હરિદ્વાર-ઓખા એક્સપ્રેસ પણ શરૂ કરવામાં આવશે. આ ટ્રેન હરિદ્વારથી ગુજરાતના ઓખા સાથે જોડાશે, જે દ્વારકા જનારા મુસાફરોને સીધો રેલ વિકલ્પ પૂરો પાડશે.

આ ટ્રેન દર શુક્રવારે સવારે 4:00 વાગ્યે હરિદ્વારથી ઉપડશે અને બીજા દિવસે સવારે 8:15 વાગ્યે ઓખા પહોંચશે. પરત ફરતી ટ્રેન શનિવારે ઓખાથી ઉપડશે.

હરિદ્વાર, સોમનાથ અને દ્વારકા દેશના મુખ્ય ધાર્મિક સ્થળોમાંના એક છે. નવી ટ્રેનોથી યાત્રાળુઓ તેમજ પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓને ફાયદો થવાની આશા છે. મુસાફરોની સુવિધા માટે, દિલ્હી, જયપુર, અજમેર અને રાજકોટ જેવા મુખ્ય સ્ટેશનો પર સફાઈ અને પાણી આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

હરિદ્વાર, સોમનાથ અને દ્વારકા દેશના મુખ્ય ધાર્મિક સ્થળોમાંના એક છે. નવી ટ્રેનોથી યાત્રાળુઓ તેમજ પ્રવાસીઓ, ઉદ્યોગપતિઓ અને વિદ્યાર્થીઓને ફાયદો થવાની આશા છે. મુસાફરોની સુવિધા માટે, દિલ્હી, જયપુર, અજમેર અને રાજકોટ જેવા મુખ્ય સ્ટેશનો પર સફાઈ અને પાણી આપવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભારતીય રેલવે એ મોટી રેલવે લાઈન છે. આ દૂનિયાની ચોથા ક્રમ પર આવતી રેલવે સેવા છે. ભારતમાં રેલવેની કુલ લંબાઈ 1,15,000 કિલોમીટર સુધીની છે. અહી ક્લિક કરો
