AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar Breaking News : ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 5નાં મોત ! જુઓ Video

Bhavnagar Breaking News : ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત, ટ્રેલર પાછળ કાર ઘૂસી જતાં 5નાં મોત ! જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2026 | 11:45 AM
Share

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર આજે 06 ઓક્ટોબરના રોજ અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો અનુસાર, એક ફોરવ્હીલ કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી જતા કારમાં સવાર છ પૈકી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

ભાવનગર-અલંગ નેશનલ હાઈવે પર આજે 06 ઓક્ટોબરના રોજ અકસ્માત સર્જાતા પાંચ લોકોના મોત નિપજ્યા હોવાની ઘટના સામે આવી છે. સૂત્રો અનુસાર, એક ફોરવ્હીલ કાર ટ્રેલરની પાછળ ધડાકાભેર ઘૂસી જતા કારમાં સવાર છ પૈકી પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, કારમાં સવાર લોકો અલંગ સ્થિત શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે જઈ રહ્યા હતા. દરમિયાન નેશનલ હાઈવે પર તેમની કાર આગળ જઈ રહેલા ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારનો આગળનો ભાગ ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી ગયો હતો. જેના કારણે કારમાં સવાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અકસ્મતમાં પાંચ લોકોના મોત

અકસ્મતમાં પાંચ લોકોના મોત થયા છે. જ્યારે એક વ્યક્તિની સ્થિતિ અંગેની વધુ વિગતો હજુ સામે આવી નથી. અકસ્માતની જાણ થતાં આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. બનાવની જાણ થતાં અલંગ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત કેવી રીતે સર્જાયો અને તેમાં કોની બેદરકારી હતી તે અંગે તપાસ શરૂ કરી છે.

વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે

અકસ્મતના પગલે હાઈવે પર પણ થોડીવાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ દ્વારા મૃતકોની ઓળખ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અકસ્માત અંગે વધુ વિગતો પોલીસ તપાસ બાદ સામે આવશે. નોંધનીય છે હાઈવે પર ભારે વાહનોની અવરજવર મોટા પ્રમાણમાં રહે છે. ત્યારે આ ગોઝારા અકસ્માતને પગલે હાઈવે પર વાહનચાલકોની સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાને લઈને પણ ફરી સવાલો ઉભા થયા છે.

Breaking News : અલ નીનોની અસરથી મહારાષ્ટ્રમાં પાણીનું સંકટ! 16 ઓક્ટોબરથી લાગુ થશે 10% પાણીકાપ, જાણો સરકારની ગાઇડલાઇન

Follow Us
g clip-path="url(#clip0_868_265)">