AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : વડોદરામાં ટુ-વ્હીલર નીકળ્યું દારૂનું ગોડાઉન, મોપેડમાંથી 455 બોટલ દારૂ મળી આવી,  જુઓ વીડિયો

Breaking News : વડોદરામાં ટુ-વ્હીલર નીકળ્યું દારૂનું ગોડાઉન, મોપેડમાંથી 455 બોટલ દારૂ મળી આવી, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2026 | 1:03 PM
Share

વડોદરા આજવા ચોકડી પાસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.1 લાખ 41 હજારની કિંમતના વિદેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા છે.ટુ વ્હિલરમાં ચોરખાનું બનાવી કરતા દારૂની હેરાફેરી કરતા હતા. 455 બોટલ દારૂ, બે વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

તમે દારુ બનાવવાનું નકલી કારખાનું કે પછી ગાડીઓમાં કે મોટાવાહનોમાં દારુની હેરફેરી વિશે વાત સાંભળી હશે. પરંતુ આજે દારુની એક એવી હેરાફેરી પકડાય છે.  જેને જોયા બાદ તમે બે મીનિટ વિચારમાં પડી જશે. વડોદરા પોલીસે મોપેડમાંથી, 10,20,30 નહી પરંતુ 455 દારુની બોટલ જપ્ત કરી છે.વડોદરા આજવા ચોકડી પાસે દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.1 લાખ 41 હજારની કિંમતના વિદેશી દારૂ સાથે 2 શખ્સ ઝડપાયા છે.ટુ વ્હિલરમાં ચોરખાનું બનાવી કરતા દારૂની હેરાફેરી કરતા હતા. 455 બોટલ દારૂ, બે વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ

વડોદરા શહેરની આજવા ચોકડી પાસે પોલીસે દારૂની હેરાફેરી ઝડપી બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો છે. બે મોપેડના ખૂણે-ખૂણામાંથી 455 દારૂની બોટલ નીકળી છે. પોલીસ પણ બોટલો કાઢતા ચકરાવે ચડી હોય તેવા દર્શ્યો સર્જાયા હતા. દારૂ છુપાવવા માટે એવા અનોખા ચોરખાના બનાવ્યા હતા. જેને જોઈને ‘આ ટુ-વ્હીલર છે કે દારૂનું ગોડાઉન તેવો સવાલ પણ થાય.

455 દારૂની બોટલ, બે મોપેડ અને બે મોબાઈલ સહિત કુલ રૂ. 1.41 લાખનો મુદ્દામાલ જપ્ત કરી બે આરોપીની ધરપકડ કરી છે. બાપોદ પોલીસે આરોપીને પકડી કાર્યવાહી શરૂ કરી છે.હાલમાં પોલીસ આ દારુ ક્યાંથી લેવામાં આવ્યો હતો. તેમજ આ દારુની સપ્લાય કોને પહોંચાડવાની હતી. તેને લઈ વિસ્તારથી તપાસ કરી રહી છે. આટલો દારુ જોઈ પોલીસ પણ બે ઘડી વિચારમાં પડી ગઈ હતી. અંતે પોલીસે બુટલેગરોના નવા ‘કીમિયો’નો પર્દાફાશ કર્યો હતો.

 

Travel Tips : યાત્રિકો માટે ખુશખબર, દ્વારકા-સોમનાથ અને હરિદ્વાર વચ્ચે સીધી ટ્રેન મળશે અહી ક્લિક કરો

Published on: Oct 06, 2026 01:02 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">