કાનુની સવાલ : જો તમને કોઈ પ્રાઈવેટ ફોટા શેર કરવાની ધમકી આપે તો, તમારે શું કરવું જોઈએ? કાનુની અને સાયબર ક્રાઇમ પ્રક્રિયા જાણો
આજના સમયમાં નાના થી લઈ મોટી ઉંમરના વ્યક્તિ સૌ કોઈ ફોનનો ઉપયોગ કરે છે. ક્યારેક તમને તમારા પ્રાઈવેટ ફોટો વાયરલ કરવાની પણ ધમકી મળે છે. તો તમારે ચિંતા કરવાની જરુર નથી. ચાલો આજે આપણે કાનુન અને સાયબર ક્રાઈમ વિશે વિસ્તારથી જાણીએ.

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટે આપણી જિંદગી સરળ બનાવી છે. પરંતુ આ સાથે કેટલાક ગંભીર વિવાદ પણ સામે આવે છે. આજના સમયમાં ઓનલાઈન બ્લેકમેલિંગ, મોફર્ડ ફોટો અથવા વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી લોકોને માનસિક રીતે બ્લેકમેલ કરવાની મામલો ખુબ આગળ વધી રહ્યો છે.

આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને ઈન્ટરનેટે આપણી જિંદગી સરળ બનાવી છે. પરંતુ આ સાથે કેટલાક ગંભીર વિવાદ પણ સામે આવે છે. આજના સમયમાં ઓનલાઈન બ્લેકમેલિંગ, મોફર્ડ ફોટો અથવા વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી લોકોને માનસિક રીતે બ્લેકમેલ કરવાની મામલો ખુબ આગળ વધી રહ્યો છે.

પરંતુ આ પરિસ્થિતિમાં ચિંતા કરવાને બદલે કાનૂની પ્રક્રિયાઓનો સહારો લેવો મદદરૂપ સાબિત થઈ શકે છે. આજે કાનુની સવાલની સીરિઝમાં અમે આ પરિસ્થિતિમાં ધ્યાનમાં લેવા માટે કેટલીક મહત્વપૂર્ણ ટિપ્સ શેર કરીશું.

જ્યારે કોઈ તમારો કોઈ પ્રાઈવેટ ફોટો અથવા વીડિયો વાયરલ કરવાની ધમકી આપે છે. તો સૌથી પહેલા 3 વાતનું વિશેષ ધ્યાન રાખો. જેની મદદથી તમે સુરક્ષિત રહો. બ્લેકમેલર્સ સૌથી પહેલા તમને ડરાવે છે. તે તમારી પાસે પૈસાની ડિમાંડ કરે છે.

સાયબર વિશેષજ્ઞોનોનું માનવું છે કે, એક વખત પૈસા આપવા પર બ્લેકમેલર્સની માંગ પૂર્ણ થતી નથી. પરંતુ તેનો વિશ્વાસ વધી જાય છે. આ માટે નબળાઈ બતાવવાને બદલે હિંમતથી કામ લો.

વ્યક્તિના પ્રોફાઇલના મેસેજ, ચેટ્સ, કોલ રેકોર્ડિંગ્સ, સ્ક્રીનશોટ અને જો કોઈ UPI ID કે બેંક એકાઉન્ટ નંબર આપવામાં આવ્યો હોય તો બિલકુલ ડિલીટ કરશો નહીં. આ બધો ડેટા ગુનેગારો સુધી પહોંચવા અને તેમને સજા કરવા માટે સૌથી મોટો પુરાવો બની જાય છે.

ઘટના છુપાવવાની કે વિલંબ કરવાની ભૂલ ન કરો. તાત્કાલિક નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (cybercrime.gov.in) ની મુલાકાત લો અથવા નજીકના સાયબર પોલીસ સ્ટેશનમાં તમારી ફરિયાદ નોંધાવો. ફરિયાદ જેટલી વહેલી તકે કરવામાં આવે, પુરાવાનો નાશ થાય તે પહેલાં કડક કાર્યવાહી કરી શકાય છે. આ સાથે, 1091 પર કૉલ કરો.ફોટો વાયરલ કરવાની ધમકી મળવાને લઈ કાનુની પ્રકિયા શું છે. આવા ગુનેગારો સામે અત્યંત કડક જોગવાઈઓ અસ્તિત્વમાં છે. ભારતીય કાયદા હેઠળ, કોઈના ખાનગી ફોટાનો દુરુપયોગ કરવો, તેમને પ્રસારિત કરવાની ધમકી આપવી અને માનસિક ત્રાસ આપવો એ ગંભીર બિન-જામીનપાત્ર ગુનો છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva /PTI )
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
