AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Fraud Alert: તહેવારોની સીઝનમાં ઓનલાઈન શોપિંગ અને UPI પેમેન્ટ કરતી વખતે આ 7 ભૂલ ક્યારેય ન કરતા !

તહેવારોની સીઝન દરમિયાન ઓનલાઈન શોપિંગ અને UPI પેમેંટમાં વધારો થવાની સાથે, સાયબર છેતરપિંડીનું જોખમ પણ વધે છે. છેતરપિંડી કરનારાઓ નકલી ડિસ્કાઉન્ટ, કેશબેક, રિફંડ, ડિલિવરી અપડેટ્સ અને કસ્ટમર કેર કોલ દ્વારા લોકોને નિશાન બનાવે છે.

| Updated on: Oct 06, 2026 | 9:40 AM
Share
ભારતમાં તહેવારોની સીઝનની શરૂઆત સાથે, ઓનલાઈન શોપિંગ, UPI પેમેંટ અને ડિજિટલ ઑફર્સનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધે છે. મોબાઇલ ફોન પર સતત વેચાણ અને કેશબેક વિશે મેસેજ આવે છે. તેમાં ડિલિવરી, રિફંડ, કેશબેક અથવા બેંકિંગ સંબંધિત મેસેજો હોય છે. સાયબર છેતરપિંડી કરનારાઓ આ ડિજિટલ પ્રવૃત્તિનો લાભ લેવાનો પણ પ્રયાસ કરે છે. (Image Source | iStock)

1 / 7
તહેવારોની સીઝન દરમિયાન, લોકો ઓનલાઈન શોપિંગ કરવામાં વ્યસ્ત હોય છે. કેમ કે ઓનલાઈન શોપિંગમાં નોંધપાત્ર ડિસ્કાઉન્ટ મળે છે. છેતરપિંડી કરનારાઓ નકલી ડિસ્કાઉન્ટ, કેશબેક અને રિફંડ માટેનું સતત નોટિફિકેશન અને મેસેજ મોકલે છે, જેથી લોકો ઝડપી નિર્ણય લે અને તેમના જાળમાં ફસાય. ક્વિક હીલના ઇન્ડિયા સાયબર થ્રેટ રિપોર્ટ 2025 મુજબ, ભારતમાં 8.44 મિલિયન એન્ડપોઇન્ટ્સ પર 369.01 મિલિયન માલવેર ડિટેક્શન નોંધાયા હતા. આનો અર્થ એ થાય કે દર મિનિટે સરેરાશ 702 ડિટેક્શન થાય છે. તેથી, તહેવારોની સીઝન દરમિયાન નાની સાવચેતી રાખવાથી ઓનલાઈન છેતરપિંડી સામે રક્ષણ મેળવવામાં નોંધપાત્ર મદદ મળી શકે છે. (Image Source | iStock)

2 / 7
તહેવારોની સીઝન દરમિયાન Only For Today અને Limited Offers જેવા મેસેજો સામાન્ય બની જાય છે. આ મેસેજનો હેતુ ઘણીવાર યુઝર્સને વિચાર્યા વિના ક્લિક કરવા માટે હોય છે. WhatsApp, SMS, Email અથવા Social Media પર પ્રાપ્ત થયેલા કોઈપણ ઑફર પર ક્લિક કરતા પહેલા, લિંકને કાળજીપૂર્વક તપાસવું જરૂરી છે. વેબસાઇટના નામમાં ભૂલ, વિચિત્ર URL, અજાણ્યું એટેચમેન્ટ અથવા વ્યક્તિગત અને બેંકિંગ માહિતી માંગતા મેસેજથી સાવધાન રહો. ફેક શોપિંગ વેબસાઇટ બિલકુલ અસલી વેબસાઇટ જેવી દેખાઈ શકે છે. તેથી કોઈ મેસેજમાં આપેલી લિંકથી શોપિંગ કરવાને બદલે ઓફિશિયલ વેબસાઇટ અથવા એપ જાતે ખોલો અને ત્યાં ઓફરની તપાસ કરો. (Image Source | iStock)

3 / 7
હાલ સમગ્ર દેશમાં મોટાભાગે Onine Payment માં વધારો થયો છે. આ વધારા સાથે, UPI છેતરપિંડીનું જોખમ પણ વધ્યું છે. સ્કેમર્સ તમને રિફંડ, કેશબેક અથવા રિવોર્ડ મેળવવાના બહાને ચુકવણી મંજૂર કરવા અથવા QR કોડ સ્કેન કરવા માટે કહી શકે છે. યાદ રાખવું કે, UPI નો ઉપયોગ કરીને પૈસા મેળવવા માટે તમારે UPI પિન Insert કરવાની જરૂર નથી. જો કોઈ તમને રિફંડ અથવા રિવોર્ડના બહાને QR કોડ સ્કેન કરવા અથવા કલેક્શન રિક્વેસ્ટ સ્વીકારવાનું કહે છે, તો સાવચેત રહેવું. ચુકવણી કરતા પહેલા હંમેશા રીસીવરનું નામ અને રકમ તપાસવી. (Image Source | iStock)

4 / 7
ઓનલાઈન ઓર્ડર વધવાને કારણે ડિલિવરી અપડેટ, ઓર્ડર કન્ફર્મેશન અને રિફંડ સાથે જોડાયેલા મેસેજ પણ વધુ આવે છે. સાયબર ઠગો આ જ બાબતોનો ફાયદો ઉઠાવીને ફિશિંગ કરી શકે છે. ઉદાહરણ તરીકે, તમને મેસેજ મળી શકે છે કે તમારું પાર્સલ અટકી ગયું છે, પેમેન્ટ ફેલ થઈ ગયું છે અથવા એકાઉન્ટ વેરિફાય કરવું જરૂરી છે. મેસેજમાં આપેલી લિંક તમને એવી ફેક વેબસાઇટ પર લઈ જઈ શકે છે, જ્યાં પાસવર્ડ, કાર્ડની માહિતી અથવા અન્ય ખાનગી માહિતી ચોરી થઈ શકે છે. ઠગો ફેક કસ્ટમર કેર બનીને OTP અથવા એક્સેસ એપ ઇન્સ્ટોલ કરવા માટે પણ કહી શકે છે. આવી સ્થિતિમાં મેસેજમાં આપેલા નંબર પર કોલ કરવાને બદલે કંપનીની ઓફિશિયલ વેબસાઇટ પરથી કસ્ટમર કેર નંબર શોધો. (Image Source | iStock)

5 / 7
સાયબર ફ્રોડ માત્ર મેસેજ અથવા લિંક દ્વારા જ થતો નથી. કોઈ વ્યક્તિ બેંક અધિકારી, ડિલિવરી એજન્ટ અથવા કસ્ટમર કેર બનીને ફોન કરી શકે છે. ઘણી વખત ઠગો તમારા વિશે કેટલીક સામાન્ય માહિતી પહેલેથી જાણતા હોય છે. જેના કારણે તેમની વાત વધુ વિશ્વસનીય લાગી શકે છે. ફોન પર ક્યારેય પોતાનો OTP, UPI PIN, કાર્ડ PIN અથવા બેંકિંગ પાસવર્ડ શેર કરવો નહીં. (Image Source | iStock)

6 / 7
ફેસ્ટિવ સીઝનમાં શોપિંગ, UPI પેમેન્ટ, મુસાફરીની બુકિંગ અને વાતચીત માટે સ્માર્ટફોનનો ઉપયોગ નોંધપાત્ર રીતે વધી જાય છે. તેથી ફોનની સુરક્ષા પર પણ ધ્યાન આપવું જરૂરી છે. તમારા ફોનની ઓપરેટિંગ સિસ્ટમ અને તમામ એપ્સ અપડેટ રાખવા. એપ્સ માત્ર ઓફિશિયલ એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવા. સમયાંતરે એપ્સને આપવામાં આવેલી પરમિશન પણ તપાસવી અને જે એપ્સની જરૂર ન હોય તેને ડિલીટ કરી દેવા જોઈએ. આ નાની સાવચેતી તમારા ડિજિટલ ડેટા અને પૈસાને સાયબર ઠગોથી સુરક્ષિત રાખવામાં મદદ કરી શકે છે. (Image Source | iStock)

7 / 7

આ પણ વાંચો, Breaking News : મોબાઇલ રિચાર્જ પ્લાન્સમાં ફરી થવા જઈ રહ્યો છે મોટો વધારો, જાણો શું રહેશે નવા ભાવ

Follow Us
કાર્યક્ષેત્રે તમારી મહેનતની પ્રશંસા થશે, વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે

સ્મિત મચ્છરની બહાદુરીને ડોક્ટર સંત વલ્લભ સ્વામીએ બિરદાવી

બનાસકાંઠામાં કિસાન સંઘની આગેવાનીમાં ખેડૂતોનું ઉગ્ર વિરોધ પ્રદર્શન

સુરતઃ RTOમાં લાયસન્સ અને મોબાઈલ લિંક કરાવવા આવતા લોકો પરેશાન

પોરબંદરમાં GETCO સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ, વીજ લાઇનનું વળતર આપવા માગ

જુનાગઢમાં મીરાનગરના રહીશો અશાંત ધારાની માગ સાથે મેદાને, આપ્યુ આવેદન

નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈ સુરત ક્રિકેટ એસો.ની AGMમાં હોબાળો

નવરાત્રીમા પાવાગઢ મહાકાળીના દર્શન માટે આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Breaking News : પોરબંદરમાં 25 મકાનો પર બુલડોઝર ફરી વળ્યું

નરોડા ફ્રૂટ માર્કેટ પાસે બેફામ ટ્રક ચાલકનો આતંક, 10 રેલિંગને તોડી પાડી

g clip-path="url(#clip0_868_265)">