AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.માં નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈને AGMમાં મચ્યો હોબાળો, માનીતાઓને પદ-હોદ્દાની લ્હાણીનો આક્ષેપ

Breaking News : સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસો.માં નાણાકીય-વહીવટી ગેરરીતીને લઈને AGMમાં મચ્યો હોબાળો, માનીતાઓને પદ-હોદ્દાની લ્હાણીનો આક્ષેપ

| Updated on: Oct 05, 2026 | 3:52 PM
Share

એસોસિએશનમાં સત્તાધારી હોદ્દેદારો અને તેમના જૂથની સામે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એસોસિએશન દ્વારા આશરે રૂ. 7 કરોડના કામો ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મનસ્વી રીતે એક્સટેન્શન આપવાના મુદ્દે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા.

સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (SDCA)ની AGMમાં વહીવટ અને વિવિધ નિર્ણયો મુદ્દે વિપક્ષે સત્તાધારી પેનલને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. સભા દરમિયાન આશરે રૂ. 7 કરોડના કામોમાં ટેન્ડર વિના કામ કર્યાના દાવા સહિત અનેક મુદ્દે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વિવિધ મુદ્દે ચર્ચા દરમિયાન સભામાં ગરમાવો જોવા મળ્યો હતો.

એસોસિએશનમાં સત્તાધારી હોદ્દેદારો અને તેમના જૂથની સામે વિપક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, એસોસિએશન દ્વારા આશરે રૂ. 7 કરોડના કામો ટેન્ડર પ્રક્રિયા વિના કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મનસ્વી રીતે એક્સટેન્શન આપવાના મુદ્દે પણ સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. આ મામલે સત્તાધારી પક્ષે પોતાની ભૂલ સ્વીકારી હોવાનો વિપક્ષ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો.

ટેન્ડર પ્રક્રિયામાં કથિત ગેરરીતિના મુદ્દે કમિટીના ચેરમેનના રાજીનામાની માંગ પણ કરવામાં આવી હતી. AGM દરમિયાન એસોસિએશનના પ્રમુખની છેલ્લા બે વર્ષથી ગેરહાજરીના મુદ્દે પણ સભ્યો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી.

પ્રમુખના પુત્રો અને રોહન દેસાઈ વચ્ચે બોલાચાલી

સભા દરમિયાન પ્રમુખના પુત્રો અને રોહન દેસાઈ વચ્ચે મારામારી જેવી સ્થિતિ સર્જાઈ હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાને પગલે સભામાં વધુ ગરમાવો જોવા મળ્યો હતો અને પરિસ્થિતિને લઈને ચર્ચા થઈ હતી.

SDCAને પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધણીની માંગ

વિપક્ષ દ્વારા SDCAને પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ રજીસ્ટર કરવાની બંધારણીય માંગ પણ ઉઠાવવામાં આવી હતી. સાથે જ એસોસિએશનના વાર્ષિક અહેવાલમાં હોદ્દેદારોના નામ ગાયબ હોવાના મુદ્દે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. AGMમાં સત્તાધારી પેનલમાં જ આંતરિક મતભેદો અને ફૂટ પડ્યાના દાવાને લઈને પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત માનિતાઓને મનસ્વી રીતે ઓનરરી સભ્યપદ આપવામાં આવ્યાના આરોપો કરવામાં આવ્યા હતા. સભ્યોએ તમામ ઓનરરી સભ્યોની યાદી જાહેર કરવાની પણ માંગ કરી હતી.

આમ, સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનની AGMમાં વહીવટ, ટેન્ડર પ્રક્રિયા, હોદ્દેદારોની હાજરી, ઓનરરી સભ્યપદ અને એસોસિએશનની બંધારણીય વ્યવસ્થા સહિતના મુદ્દે વિપક્ષ અને સત્તાધારી પેનલ વચ્ચે તીવ્ર ચર્ચા જોવા મળી હતી.

 

Breaking News : નવરાત્રિમાં પાવાગઢ દર્શન કરવા જવાના છો ? આટલા વાગ્યાથી શરૂ થઈ જશે રોપ-વે

Published on: Oct 05, 2026 03:51 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">