AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સુરતમાં એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ થતાં પરિવારનો હોબાળો મચાવ્યો, જુઓ વીડિયો

Breaking News : સુરતમાં એક્સ-રે બાદ મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ થતાં પરિવારનો હોબાળો મચાવ્યો, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2026 | 11:53 AM
Share

સુરત શહેરમાં મૃતક મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગૂમ થતા હોબાળો મચ્યો.ખટોદરા પોલીસને પરિવારજનોને સમજાવીને મામલો થાળે પાડ્યો હતો. સમગ્ર મામલે ખટોદરા પોલીસે મંગળસૂત્ર અંગે તપાસ શરુ કરી છે.

સુરત શહેરમાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે. જેને સાંભળ્યા બાદ તમે કહેશો કે, શું ખરેખર હોસ્પિટલમાં પણ આવું થાય છે. એક બાજુ તમે એવા પણ સમાચાર સાંભળ્યા હશે કે, હોસ્પિલના કોલ્ડ રુમમાં રાખેલી ડેડ બોડી બદલી જાય છે. તો ક્યારે ક તેને લાવારીસ ગણી અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા હોવાના સમાચાર તમે સાંભળ્યા હશે. પરંતુ આજે સુરત શહેરમાંથી એક એવી ઘટના સામે આવી કે, મૃતક મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગૂમ થતા હોબાળો મચ્યો હતો.

નવી સિવિલ હોસ્પિટલમાં મહિલાને ખસેડવામાં આવી હતી.એક્સ-રે બાદ મંગળસૂત્ર ગાયબ થતાં પરિવારનો હોબાળો મચાવ્યો હતો.મૃતકના પરિજનોએ હોસ્પિટલ સ્ટાફ સામે આશંકા વ્યક્ત કરી છે.

સોનાનું મંગળસૂત્ર ગાયબ

સુરતમાં નવી સિવિલમાં મૃતક મહિલાનાં ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ગાયબ થઈ જતાં પરિવારજનોનો હોબાળો મચ્યો હતો.મૃતક મહિલાનાં ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ગાયબ થતાં હોબાળો મચ્યો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં એક્સ રે બાદ મહિલાનું મંગળસૂત્ર દેખાયું ન હતુ.એક્સ રે રિપોર્ટ બાદ બહાર લાવ્યા પછી મંગળસૂત્ર ગાયબ થયુ હતુ. 40 વર્ષીય મૃતક સીમા પાટીલનાં એક્સ રે રિપોર્ટમાં મંગળસૂત્ર હતું. મૃતક મહિલાનાં પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો છે.

મૃતક 40 વર્ષીય સીમાબેન રાજેન્દ્ર પાટીલ નામની મહિલાના ગળામાંથી મંગળસૂત્ર ગાયબ થયું હતુ. જોકે, મૃતક મહિલાના એક્સરે રિપોર્ટમાં મંગળસૂત્ર જોવા મળી રહ્યું છે.પરંતુ બહાર લાવામાં આવ્યો ત્યારે મંગળસૂત્ર પરિવારને જોવા ન મળ્યું હતું. બનાવની જાણ થતાં જ ખટોદરા પોલીસ તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી.પોલીસે પરિવારજનોને સમજાવી મામલો થાળે પાડ્યો છે અને આ મામલે તપાસ હાથ ધરી છે.

 

Travel Tips : યાત્રિકો માટે ખુશખબર, દ્વારકા-સોમનાથ અને હરિદ્વાર વચ્ચે સીધી ટ્રેન મળશે અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">