AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

'ડિજિટલ ગુજરાત' ની વાતો વચ્ચે સુરત RTO ની સિસ્ટમ જ અપડેટ જ નથી, 10 મિનિટના કામમાં દોઢ કલાક સુધી તપ ધરતા અરજદારો- Video

‘ડિજિટલ ગુજરાત’ ની વાતો વચ્ચે સુરત RTO ની સિસ્ટમ જ અપડેટ જ નથી, 10 મિનિટના કામમાં દોઢ કલાક સુધી તપ ધરતા અરજદારો- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2026 | 7:09 PM
Share

સુરત RTO કચેરીમાં સિસ્ટમ અપડેટ ન હોવાથી લાઇસન્સ અને મોબાઈલ નંબર લિંક કરાવવા આવતા નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લાંબી કતારો, કલાકોની રાહ અને વારંવારના ધક્કાથી અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. સિસ્ટમની ધીમી ગતિને કારણે ઓનલાઈન કામગીરીમાં અડચણો ઊભી થઈ છે, જેનાથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

સુરત પ્રાદેશિક પરિવહન કચેરી (RTO) માં સિસ્ટમ અપડેટ ન થવાને કારણે લાઇસન્સ ધારકો અને નવા અરજદારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને લાઇસન્સ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવા આવતા લોકોને લાંબી કતારોમાં કલાકો સુધી રાહ જોવી પડે છે. સિસ્ટમની ધીમી ગતિને કારણે ઓનલાઈન કામગીરીમાં અડચણો ઊભી થઈ છે, જેનાથી અરજદારોમાં નારાજગી જોવા મળી રહી છે.

અરજદારોનો આક્ષેપ છે કે તેમને દસ મિનિટના કામ માટે દોઢથી બે કલાક રાહ જોવી પડે છે. કેટલાક લોકો તો ચોથી કે પાંચમી વાર RTOના ધક્કા ખાઈ રહ્યા હોવાનું જણાવી રહ્યા છે. મોબાઈલ નંબર અપડેટ કરવા માટે લેખિત અરજી આપવાનો આગ્રહ રાખવામાં આવતો હોવાના પણ આક્ષેપો છે. બીજી તરફ, RTOના અધિકારીઓનું કહેવું છે કે સિસ્ટમ સંપૂર્ણપણે કાર્યરત છે અને કોઈ સમસ્યા નથી. તેમની દલીલ છે કે જે અરજદારોના લાઇસન્સ અને આધાર કાર્ડમાં સરનામું કે નામ મિસમેચ હોય અથવા જૂના મોબાઇલ નંબર હોય, તેમને OTP સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જેના કારણે પ્રક્રિયામાં સમય લાગે છે અને તહેવારો નજીક હોવાથી પણ ટ્રાફિક વધ્યો હોવાનું તેમનું માનવું છે.

Input Credit- Baldev Suthar- Surat

Breaking News: તહેવારો નજીક આવતા જ ઍરલાઈન કંપનીઓએ શરૂ કરી ઉઘાડી લૂંટ, હવાઈભાડામાં 70% સુધીનો કર્યો વધારો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">