Travel Tips : એડવેન્ચર માટે હવે તમારે ગુજરાત બહાર જવું નહી પડે, આ સ્થળે ઓછા પૈસે ડબલ મજા આવશે
હવે વોટર એક્ટિવિટી માટે તમારે ગુજરાત બહાર જવાની જરુર નથી. કારણ કે, ધરોઈ એડવેન્ચર ફેસ્ટમાં પેરાગ્લાઈડિંગ, ઝિપ-લાઈનિંગ જેવી પ્રવૃત્તિઓના શોખીન માટે અનેક એક્ટિવિટી છે, તો ધરોઈ એડવેન્ચર ફેસ્ટ તમારા માટે બેસ્ટ અને યાદગાળ સ્થળ છે. જાણો કેવી રીતે તમે ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’ પહોંચશો.

હાલમાં ઉનાળું વેકેશન બાળકોને છે. ફરવા જવાનો પ્લાન જો તમે બહાર કરી રહ્યા છો. તો એ પહેલા આ ન્યુઝ વાંચી લે જો, કારણ કે, ગુજરાતમાં જ તમને ઋષિકેશ જેવી એક્ટિવિટી તેમજ વાતાવરણનો આનંદ માણી શકશો. ગુજરાત ટુરિઝમ દ્વારા ધરોઈ એડવેન્ચર ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’માં તમે અનેક એક્ટિવિટી કરી શકશો.ધરોઈ એડવેન્ચર ફેસ્ટ ટિકિટના પ્રાઈઝની વાત કરીએ તો 800 થી લઈ 2000 સુધીની છે.ખાસ વાત તો એ છે કે, અહી બાળકો માટે પણ નાની રાઈડ રાખવામાં આવી છે. સીનિયર સિટીઝન માટે અહી ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે.

મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં આવેલા ધરોઈ ડેમ ખાતે દેશના સૌથી લાંબા તેમજ રાજ્યના પ્રથમ એવા ‘ધરોઈ એડવેન્ચર ફેસ્ટ’નું 23મેના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવશે.

ગુજરાત ટુરિઝમ, એડવેન્ચર ટુર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ATOAI) ના સહયોગથી (30 દિવસ સુધી) ધરોઈ એડવેન્ચર ફેસ્ટ 2025નું આયોજન કરાશે. જેમાં પ્રવાસીઓ ભાગ લઈ શકે છે.વધુ માહિતી અને બુકિંગ માટે તમે www.dharoiadventurefest.com વેબસાઈટ પર જઈ શકો છો,

ધરોઈ ગુજરાત રાજ્યના મુખ્ય શહેરો જેમ કે મહેસાણા (26 કિમી), ગાંધીનગર (83 કિમી) અને અમદાવાદ (99 કિમી) સાથે રોડ દ્વારા સારી રીતે જોડાયેલું છે. તમે બસ દ્વારા પણ ધરોઈ પહોંચી શકો છો.

ધરોઈ એડવેન્ચર ફેસ્ટની નજીકનું રેલ્વે સ્ટેશન મહેસાણા જંકશન છે, જે ધરોઈથી લગભગ 28 કિમી દૂર છે અને ત્યાં પહોંચવામાં લગભગ 40 મિનિટનો સમય લાગે છે.

જો તમે ફ્લાઈટ દ્વારા ધરોઈ એડવેન્ચર ફેસ્ટની મુલાકાત લેવા માંગો છો. તો નજીકનું એરપોર્ટ અમદાવાદમાં છે, અમદાવાદ એરપોર્ટ ધરોઈથી આશરે 95 કિમીના અંતરે આવેલું છે અને ત્યાં પહોંચવામાં લગભગ 2 કલાક લાગે છે.

તમને જણાવી દઈએ કે, અહી રહેવા માટે એસી ટેન્ટની પણ સુવિધા આપવામાં આવી છે. તેમજ રજવાડી ટેન્ટ, પ્રીમિયમ ટેન્ટ અને ડિલક્સ ટેન્ટ સહિત એસી ડોર્મિટરીની પણ સુવિધાઓ પ્રવાસીઓ માટે કરવામાં આવી છે.
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
