IRCTC Bhutan Tour: IRCTC ઈન્ટરનેશનલ ટૂર પેકેજ દ્વારા કરો ભૂટાનનો પ્રવાસ, જાણો પેકેજની તમામ વિગતો
ભૂતાન હિમાલયની ગિરિમાળાઓમાં આવેલો દેશ છે. ભૂટાન તેની કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં ફેમસ છે. જો તમે દિવાળીના વેકેશનમાં ઈન્ટરનેશનલ ટૂરનું આયોજન કરી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે. આજે આપણે IRCTC દ્વારા જાહેર કરવામાં આવેલા ભૂટાન ટૂર વિશે માહિતી જાણીશું.

ભૂતાન હિમાલયની ગિરિમાળાઓમાં આવેલો દેશ છે. ભૂટાન તેની કુદરતી સૌંદર્ય માટે દુનિયાભરમાં ફેમસ છે. જો તમે દિવાળીના વેકેશનમાં ઈન્ટરનેશનલ ટૂરનું આયોજન કરી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક શાનદાર પેકેજ લઈને આવ્યું છે.

ભારતીય રેલવે દેશ અને વિદશમાં ફરવા માટે જુદા-જુદા પ્રકારના પેકેજોની જાહેરાત કરે છે. આજે આપણે IRCTC દ્વારા જાહેર કરવામાં આવેલા ભૂટાન ટૂર વિશે માહિતી જાણીશું.

હિમાલયની ગોદમાં આવેલો ભૂટાન તેની પ્રાકૃતિક સુંદરતા માટે જાણીતો છે. જો તમે નવેમ્બર મહિનાની રજા દરમિયાન ફરવા જવાનું વિચારી રહ્યા છો, તો આ પેકેજ તમારા માટે બેસ્ટ રહી શકે છે. આ પેકેજ દ્વારા તમારે અગરતલા રેલવે સ્ટેશનથી કંચનજંગા એક્સપ્રેસ દ્વારા 3 AC માં ઓવર નાઈટ મુસાફરી કરવાની રહેશે અને સવારે કૂચબિહાર રેલવે સ્ટેશન પર ટ્રેન પહોંચશે. ત્યારબાદ ભૂટાનની ટુર શરૂ થશે.

આ પેકેજમાં ભૂટાનના થિમ્પુ, પુનાખા અને પારો જેવા સ્થળોની મુલાકાત લેવાની તક મળશે. પેકેજની વિગતો અનુસાર દરરોજ નાસ્તો, લંચ અને ડિનર આપવમાં આવશે. આ પેકેજમાં કુલ 8 દિવસ અને 7 રાત્રિનો પ્રવાસ રહેશે. તેમાં ભૂટાનના ઘણા ઐતિહાસિક સ્થળો જોવાની તક મળશે. આ પેકેજમાં તમામ ટિકિટ પણ સામેલ છે.

તમને દરેક સ્થળ પર રહેવા માટે હોટલની સુવિધા આપવામાં આવશે. આ ઉપરાંત ટ્રેનમાં પણ તમને ભોજનની સુવિધા આપવામાં આવશે. જો આ પેકેજના બજેટની વાત કરીએ તો એક વ્યક્તિ માટે તમારે 71,369 રૂપિયા ચૂકવવા પડશે. 2 લોકો માટે તે 51,839 રૂપિયા રહેશે. તેમજ જો 3 લોકો હશે તો તેના માટે પ્રતિ વ્યક્તિ 50,274 રૂપિયા ચૂકવવા પડશે.